
ગઈકાલે મોડી રાત્રે સુરતના ભટાર વિસ્તારમાં રહેતી ગર્ભવતી મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. 108 એમ્બ્યુલન્સ મારફતે તેને સુરતની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. જો કે તેને ઈમરજન્સી વિભાગમાં લઈ જવાય તે પહેલાં જ મહિલાએ 108 એમ્બ્યુલન્સમાં જ બાળકીને જન્મ આપ્યો હતો. સુરત સિવિલ હોસ્પિટલ અને 108ના બ્રધર્સ અને સિસ્ટર્સ દ્વારા મહિલાની 108 એમ્બ્યુલન્સમાં જ સફળ ડિલિવરી કરાવવામાં આવી હતી. મહિલાએ સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો હતો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
જો કે બાદમાં આ મહિલાનો કોરોના રિપોર્ટ કઢાવવામાં આવ્યો હતો. જે આશ્ચર્યની વચ્ચે પોઝિટિવ આવ્યો હતો. ડિલિવરી બાદ મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવતા મહિલાને વોર્ડમાં ખસેડવામાં આવી હતી. જ્યારે બાળકીને સિવિલના જ NICU વોર્ડમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવી હતી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો