Surat : સ્મીમેર હોસ્પિટલ ખાતે 80 જેટલા કોન્ટ્રાક્ટ પરના ડોક્ટર હડતાળ પર ઉતર્યા

|

May 06, 2021 | 4:03 PM

એક બાજુ કોરોનાએ માથું ઊંચક્યું છે. તો બીજી તરફ બીજી તરફ ગુજરાતમાં અમદાવાદ બાદ સુરતમાં (Surat) કોરોનાના સૌથી વધુ કેસ નોંધાય રહ્યા છે. કોરોનાનું સંક્ર્મણ વધતા લોકોને હોસ્પિટલમાં જગ્યા નથી મળતી. આ વચ્ચે સુરતમાં ડોકટરો હડતાળ પર ઉતર્યા છે.

સુરતની સ્મીમેર હોસ્પિટલ ખાતે 80 જેટલા કોન્ટ્રાક્ટ ડોક્ટર હડતાળ પર ઉતર્યા છે. કોન્ટ્રાકટ ડોકટરોનું કહેવું છે કે, જુના ડોકટરોને 60 હજાર વેતન આપવામાં આવે છે. જયારે નવા ડોક્ટરોને 1.25 લાખ પગાર આપવામાં આવે છે. મહાનગરપાલિકાની બેવડી નીતિ સામે અચોક્કસ મુદત સુધી હડતાળની ચિમકી ઉચ્ચારી છે. અનેકવાર તંત્રને લેખિત અને મૌખિક રજુવાત કરી ચુક્યા હોવાનો પણ આક્ષેપ કર્યો છે.

સુરતમાં ઘાતકતા ઘટતાં ગંભીર દર્દી ઘટ્યા. સિવિલ અને સ્મીમેરમાં 779 દર્દીઓ ગંભીર છે. સિવિલમાં 548 પૈકી 535 દર્દીઓ ગંભીર છે. 26 વેન્ટિલેટર, 289 બૈપેપને 220 દર્દી ઓક્સિજન ઉપર છે. સ્મિમેરમાં 254 પૈકી 244 દર્દીઓ ગંભીર 27 વેન્ટિલેટર, 90 બાઈપેપ અને 127 દર્દીઓ ઓક્સિજન ઉપર છે.

સુરતમાં સ્થિતિ સુધરવા છતાં વોરિયર્સ સાથે અન્ય લોકો પોઝિટિવ આવી રહ્યા છે. સિવિલના બે ડોક્ટર પોઝિટિવ આવ્યા છે. સ્મીમેરના એક ડોકટર સંક્રમિત થયા છે. ખાનગી ડોક્ટર પણ કોરોનાથી ચેપગ્રસ્ત થયા છે. કોરોના વોરિયર સંક્રમિત થતા ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

Published On - 4:00 pm, Thu, 6 May 21

Next Video