Surat : કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે લોકો બન્યા બેદરકાર, Tv9ના કેમેરામાં લોકો માસ્ક વગર દેખાયા

|

Apr 03, 2021 | 3:37 PM

સુરતથી ચોંકાવનારા દ્રશ્યો સામે આવી રહ્યા છે. કોરોનાના હાહાકાર વચ્ચે લોકો માસ્ક નથી પહેરી રહ્યા અને નિયમોનું ઉલંલ્ઘન કરતા જોવા મળ્યા

દેશભરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યુ છે. ગુજરાતમાં પણ રોજ કોરોના કેસના ચોંકાવનારા આંકડા સામે આવી રહ્યા છે ત્યારે સુરતથી ચોંકાવનારા દ્રશ્યો સામે આવી રહ્યા છે. કોરોનાના હાહાકાર વચ્ચે લોકો માસ્ક નથી પહેરી રહ્યા અને કોરોનાના નિયમોનું ઉલ્લંઘન કરતા જોવા મળી રહ્યા છે.

સુરતમાં વધતા કોરોનાના કેસ વચ્ચે લોકો માસ્ક વગર જોવા મળી રહ્યા છે. ટીવીનાઇન જ્યારે લોકો વચ્ચે પહોંચ્યુ તો તેને ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા. સુરતમાં મોટા ભાગના લોકો માસ્ક વગર જોવા મળ્યા. જ્યારે કેમેરાને જોઇને કેટલાક લોકોએ માસ્ક પહેરી લીધુ અને જ્યારે ટીવીનાઇનના રિપોર્ટરે પ્રશ્ન પુછ્યા તો સુરતી લોકો વિવિધ બહાના બનાવતા જોવા મળ્યા

તમને જણાવી દઇએ કે હાલ સુરતમાં કોરોનાના કેસો બેકાબૂ બન્યા છે. હોસ્પિટલો કોરોનાના દર્દીઓથી ઉભરાઇ રહી છે. નવજાત બાળકો અને નાન બાળકો પણ કોરોના સંક્રમિત થઇ રહ્યા છે. ટેસ્ટિંગનું પણ પ્રમાણ વધારવામાં આવ્યુ છે. સુરતમાં રોજના 600 જેટલા નવા કેસ આવી રહ્યા હોવા છતાં લોકો બેદરકારી દાખવી રહ્યા છે જેનું ગંભીર પરિણામ મળી શકે છે.

સુરતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યુ છે તેવામાં સુરત મનપા કમિશ્નર બંછાનિધી પાનીએ પણ એક ઓડિયો મેસેજ દ્વારા લોકોને સંદેશ આપ્યો હતો. બંધાનિધી પાનીએ આ મેસેજમાં કહ્યું છે કે, નવા વાયરસનો સ્ટ્રેન ખૂબ જ ચેપી છે અને અગાઉના વાયરસ કરતાં વધારે ચેપી હોવાથી આ વાયરસ ઝડપથી ફેફસામાં પ્રવેશે છે. આ વાયરસનાં લક્ષણો દેખાતા નથી પણ પોઝિટીવ થતાં હોય છે, જેના કારણે સ્થિતી ગંભીર થવાની શક્યતા વધી જાય છે . સાંધામાં દુઃખાવો, નબળાઈ, જમવાની ઈચ્છા ન થવી વગેરે તેનાં લક્ષણો હોય છે. સાથે જ તેમણે કહ્યું કે, વેક્સીન સુરક્ષિત છે અને વેક્સિનથી હોસ્પિટલાઈઝેશનનું જોખમ ઓછું થાય છે એટલે મારી તમામને વિનંતી છે કે જેટલા લોકો એલિજિબલ છે એ તમામ વેક્સિન અચૂક લે. કોરોનાથી બચવા માટે હાલમાં કોરોનાના નિયમોનું પાલન ખૂબ જ જરૂરી છે સાથે જ લોકોએ માસ્ક અચૂક પહેરવું અને સોશિયલ ડિસ્ટંસનું પાલન કરવુ. લોકોને હાલમાં કામ વગર ઘરની બહાર ન નિકળવાની સલાહ આપવામાં આવી રહી છે. સાથે જ બાળકો અને વડીલોની તબિયતનું ખાસ ધ્યાન રાખવાની અપિલ કરી છે

Next Video