Surat: આશરે સાડા ત્રણ દાયકા પછી વરાછાવાસીઓને બોટલનેક ટ્રાફિકજામની સમસ્યાથી મળશે મુક્તિ, જાણો કોર્પોરેશને શું કરી કામગીરી

|

Nov 23, 2021 | 5:40 PM

રેલવે બોર્ડ દ્વારા પણ ગત ઓગસ્ટ મહિનામાં ઠરાવ કરીને વિધિવત રીતે રેલવે કોલોની પાસે આવેલી આ 3300 સ્કવેર ફિટ જમીન સુરત મહાનગરપાલિકાને આપવા માટે તૈયારી બતાવવામાં આવી હતી.

Surat: આશરે સાડા ત્રણ દાયકા પછી વરાછાવાસીઓને બોટલનેક ટ્રાફિકજામની સમસ્યાથી મળશે મુક્તિ, જાણો કોર્પોરેશને શું કરી કામગીરી
Mayor Visit for railway land

Follow us on

સુરત તેમાં પણ ખાસ કરીને વરાછા(Varachha ) વિસ્તારમાં રહેતા લોકો માટે ન્યુસન્સ(Nuisance ) રૂપ સાબિત થઇ રહેલા પોદ્દાર આર્કેડ નજીક ટ્રાફિક જામની સમસ્યા હવે ભૂતકાળ બની જશે. સુરત મહાનગરપાલિકા (Surat Municipal Corporation ) દ્વારા આજે રેલવે (Railway )હસ્તકની જમીનનો કબ્જો મેળવ્યા બાદ હવે આ વિસ્તારમાં ખાંડ બજાર ગરનાળાથી વરાછા તરફ જવાના રસ્તા પર ટ્રાફિકનું ભારણ ઘટવાની સાથે સાથે બીઆરટીએસ બસ માટે પણ ઘણી સરળતા રહેશે. 

આજે સવારે મ્યુનિસિપલ કમિશનર બંછાનીધી પાની અને મેયર હેમાલી બોઘાવાલા સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્થળ મુલાકાત કરવામાં આવી હતી. સુરત મહાનગરપાલિકા દ્વારા પોદ્દાર આર્કેડ પાસે બોટલનેક રસ્તાને કારણે રેલવે પાસેથી જમીન મેળવવા માટેની કવાયત હાથ ધરવામાં આવી હતી. 35 વર્ષ જૂની આ સમસ્યાને પગલે વરછવાસીઓ પોદ્દાર આર્કેડથી પસાર થતા રસ્તા પર છાશવારે ટ્રાફિક જામની સમસ્યાથી રહીશો હેરાન થઇ ઉઠ્યા હતા. જોકે જૂન 2021માં મહાનગરપાલિકા દ્વારા ઠરાવ કરીને રેલવે હસ્તકની 3300 સ્કવેર ફિટ જમીન મેળવવા માટેની તજવીજ હાથ ધરકવામાં આવી હતી.

અંદાજે 2.83 કરોડ રૂપિયાનું અવેજ ચૂકવીને મહાનગરપાલિકા દ્વારા રેલવે પાસેથી આ જમીન મેળવવામાં આજે સફળતા મળી છે. આ સંદર્ભે રેલવે બોર્ડ દ્વારા પણ ગત ઓગસ્ટ મહિનામાં ઠરાવ કરીને વિધિવત રીતે રેલવે કોલોની પાસે આવેલી આ 3300 સ્કવેર ફિટ જમીન સુરત મહાનગરપાલિકાને આપવા માટે તૈયારી બતાવવામાં આવી હતી. આજે સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર બંછાનીધી પાની અને મેયર હેમાલી બોઘાવાળા સહીત ઉચ્ચ અધિકારીઓ દ્વારા રેલવેની આ જમીનનો કબ્જો મેળવવાની સાથે જ હવે આ વિસ્તારમાં દાયકાઓથી લોકોને સતાવી રહેલી ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ વહેલી તકે આવશે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

ઉલ્લેખનીય છે કે વરાછા ઝોન દ્વારા આ વિસ્તારમાં જ ગઈકાલે પોદ્દાર આર્કેડ પાસે આવેલ લારી જિલ્લા સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. અને આજે હવે આ વિસ્તારમાં જ આવેલા રેલવેની જમીનનો કબ્જો મેળવ્યા બાદ હવે આગામી સમયમાં આ વિસ્તારમાં ટ્રાફિક ની સમય ભૂતકાળ બની જશે એ નક્કી છે. લાંબા સમયથી આ માટે કામગીરી ચાલી રહી હતી. જેનું સુખદ નિરાકરણ આવતા વરાછા વિસ્તારમાં રહેતા લોકોને આ ટ્રાફિક જામની સમસ્યાથી છુટકારો મળી જશે. સાથે જ પીક અવર્સમાં અહીં બીઆરટીએસ બસ અને સીટી બસને પણ આવવા જવામાં જે તકલીફ પડતી હતી તે દૂર થશે.

આ પણ વાંચો : Surat : વેસુની સુમન મલ્હાર આવાસ યોજનાના કોન્ટ્રાકટર સામે પાલિકાની ઢીલી નીતિથી લાભાર્થીઓ મકાનથી હજી પણ વંચિત

આ પણ વાંચો : Surat: સ્કૂલો શરૂ થતાં જ યુનિફોર્મ-સ્ટેશનરીના ધંધામાં પણ આવી તેજી, વાલીઓએ ખરીદી માટે કરી પડાપડી

Next Article