Surat: AAPના કોર્પોરેટર પાયલ પટેલને ટ્વીટર એકાઉન્ટથી ધોવા પડ્યા હાથ, કહ્યું- BJP IT Cell એ કરાવ્યું રિપોર્ટ

|

Jun 09, 2021 | 3:52 PM

પાયલ પટેલનું કહેવું છે કે કે ભાજપના આઇટી સેલ દ્વારા તેમના એકાઉન્ટને બ્લોક કરવા રિપોર્ટ કરવામાં આવ્યું હોઈ શકે છે. જોકે તે અન્ય માધ્યમોથી લોકો સાથે જોડાયેલા રહેશે તેવું પણ તેમણે જણાવ્યું હતું.

Surat: AAPના કોર્પોરેટર પાયલ પટેલને ટ્વીટર એકાઉન્ટથી ધોવા પડ્યા હાથ, કહ્યું- BJP IT Cell એ કરાવ્યું રિપોર્ટ
પાયલ પટેલ

Follow us on

આમ આદમી પાર્ટીની સૌથી નાની ઉંમરની યુવા કોર્પોરેટર પાયલ પટેલનું ટ્વીટર એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. એકાઉન્ટ સસ્પેન્ડ થઇ જતા અનેક તર્ક વિતર્ક ઉભા થયા છે. આ ઘટનાને ખાડીના કચરા સંબંધિત પોસ્ટ સાથે પણ જોડવામાં આવી રહી છે. સુરત શહેરમાં હાલ ખાડી સફાઈ મુદ્દે આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે ઘમાસાણ ચાલી રહ્યું છે. આ સિવાય પણ પ્રજાના પ્રશ્ન બંને પક્ષના નગરસેવકો દ્વારા સોશિયલ મીડિયામાં પણ ઉઠાવવામાં આવતા જ હોય છે.

નોંધનીય છે કે પાયલ પટેલ દ્વારા છેલ્લા ઘણા સમયથી લોક પ્રશ્નોને વાચા આપવાની સાથે હાલ ખાડી સફાઈ મુદ્દે પણ ભાજપ શાસકોને બાનમાં લેતી હોય તેવી અનેક પોસ્ટ અને ફોટોગ્રાફ્સ શેર કરવામાં આવી રહ્યા હતા.

 

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ખાડીના કચરા બાબતે સતત કરી રહ્યા હતા પોસ્ટ

 

પાયલ પટેલનું કહેવું છે કે કે ભાજપના આઇટી સેલ દ્વારા તેમના એકાઉન્ટને બ્લોક કરવા રિપોર્ટ કરવામાં આવ્યું હોઈ શકે છે. જોકે તે અન્ય માધ્યમોથી લોકો સાથે જોડાયેલા રહેશે તેવું પણ તેમણે જણાવ્યું હતું. પાયલ પટેલ ચૂંટણી પહેલા થી જ સોશિયલ મીડિયામાં ખૂબ એક્ટિવ રહ્યા છે. અને લોકો સાથે પણ તેઓ આ માધ્યમથી સતત કનેક્ટેડ છે.

તેમના મત પ્રમાણે તેમનું ફેસબુક એકાઉન્ટ પણ વારંવાર રિપોર્ટ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. ખાડી અભિયાનમાં તેઓ સતત ટ્વીટર અને ફેસબુક પર પોસ્ટ અને ફોટોગ્રાફ્સ શેર કરતા રહે છે. તેમણે ભાજપના આઇટી સેલ પર આક્ષેપ મુક્યો છે કે એકાઉન્ટ બ્લોક કરાવવા તેમણે આ કામ કર્યું હોય શકે છે.

જોકે તેમણે આગળ જણાવ્યું કે સોશિયલ મીડિયાનું એકાઉન્ટ સસ્પેન્ડ થઈ જવાથી તેઓ તેમની કામગીરી અટકાવશે નહીં. બીજા માધ્યમો થકી પણ તેઓ લોકોના પ્રશ્નોને વાચા આપતા રહેશે. આ બાબતે ટ્વીટર તરફથી કયા કારણોસર અને કઈ પોસ્ટ ના કારણે એકાઉન્ટ અવરોધિત કરાયું તેની કોઈ સ્પષ્ટતાની કોઈ માહિતી મળી નથી.

 

આ પણ વાંચો: Surat: કોરોનાએ હોટલ ઇન્ડસ્ટ્રીઝને પણ મૂકી દીધી વેન્ટિલેટર પર, 70 ટકા રેસ્ટોરન્ટ બંધ

આ પણ વાંચો: Flyover City સુરતમાં એક બ્રિજ બનાવામાં સાડા ચાર વર્ષ! પાલ ઉમરા બ્રિજના ઉદ્ઘાટનની જોવાતી રાહ

Next Article