SURAT: કૃષિ કાયદાના વિરોધમાં બેઠક યોજાઈ, પાંચ જિલ્લાના ખેડૂતો રહ્યાં હાજર

|

Jan 25, 2021 | 8:51 AM

SURATમાં યોજાયેલી આ બેઠકમાં દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાઓ સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપીના ખેડૂતો હાજર રહ્યા હતા. બેઠકમાં ખેડૂતોને કૃષિ કાયદામાં રહેલી ત્રૂટીઓથી વાકેફ કરવામાં આવ્યાં હતા.

SURAT: જહાંગીરપુરામાં ખેડૂતોને જાગૃત કરવા માટે એક વિશાળ બેઠકનું આયોજન થયું હતું. દિલ્હીમાં ખેડૂત કૃષિ કાયદા વિરુદ્ધ લગભગ છેલ્લા બે મહિનાથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે ત્યારે હવે ગુજરાતમાં પણ કૃષિ કાયદાના વિરોધનો સૂર બુલંદ થઇ રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં ખેડૂતો કૃષિ કાયદાને લઇને પોતાની નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે, ત્યારે હવે SURATના ખેડૂતો દક્ષિણ ગુજરાતના ખેડૂતો સાથે બેઠક યોજીને કૃષિ કાયદામાં રહેલી મર્યાદાઓ ઉજાગર કરી હતી.

SURATના જહાંગીરપુરામાં યોજાયેલી આ બેઠક જાણીતા ધારાશાસ્ત્રી આનંદ યાજ્ઞિક અને પ્રોફેસર હેમંત શાહની હાજરીમાં યોજાઈ હતી. આ બેઠકમાં દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાઓ સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપીના ખેડૂતો હાજર રહ્યા હતા. બેઠકમાં ખેડૂતોને કૃષિ કાયદામાં રહેલી ત્રૂટીઓથી વાકેફ કરવામાં આવ્યાં હતા. ઉલ્લેખનીય છે કે ખેડૂત સમાજે આ બેઠકના આયોજન માટે હાઇકોર્ટમાંથી પરવાનગી લીધી હતી.

Next Video