Surat : મહીધરપુરા વિસ્તારમાં રિક્ષામાં પેસેંજરોને બેસાડી નજર ચૂકવી પૈસા કાઢી લેતી ગેંગ ઝડપાઇ

|

Mar 26, 2022 | 4:06 PM

આ ગેંગ ફક્ત રિક્ષામાં બેસેલા પેસેન્જરોને જ ટાર્ગેટ કરતી હતી. નજર ચૂકવીને તેઓ મુસાફરો પાસે રહેલો સામાન અને અન્ય ચીજવસ્તુઓ ચોરી લેતી હતી. હવે જ્યારે આ ગેંગ પકડાઈ છે. ત્યારે અન્ય પોલીસમથકના ગુનાઓ પણ ઉકેલાય તેવી પૂરેપૂરી સંભાવના છે.

Surat : મહીધરપુરા વિસ્તારમાં રિક્ષામાં પેસેંજરોને બેસાડી નજર ચૂકવી પૈસા કાઢી લેતી ગેંગ ઝડપાઇ
મહીધરપુરા વિસ્તારમાં રિક્ષામાં પેસેંજરોને બેસાડી નજર ચૂકવી પૈસા કાઢી લેતી ગેંગ ઝડપાઇ

Follow us on

સુરત (Surat) માં મોટાભાગે મહિધરપુરા (Mahidharpura) વિસ્તારમાં પેસેન્જરોને રિક્ષા (rickshaw) માં બેસાડી તેમને આગળ પાછળ કરી નજર ચૂકવી પૈસા કાઢી લેતી ગેંગ (gang) વધુ સક્રિય છે.ત્યારે આવા ગુનાઓ અટકાવવા અને આરોપીઓને પકડવા માટે મહીધપુરા પોલીસ (Police) પેટ્રોલિંગ શરૂ કરી હતી ત્યારે મળેલી બાતમીના આધારે પોલીસે આ ગેંગના ત્રણ આરોપીને ઝડપી પાડયા છે અને મુદ્દામાલ કબ્જે કરવાની સાથે કેટલાક ગુનાઓ પણ ઉકેલી કાઢયા હતા. મહિધરપુરા પોલીસની સર્વેલેન્સ ટીમ પેટ્રોલિંગ (Patrolling) માં હતી ત્યારે સંયુક્ત રીતે મળેલી બાતમીના આધારે આરોપી પવનકુમાર રામપ્રસાદ ગુપ્તા (રહે-મહાવીરનગર ભેસ્તાન ),સરફુદ્દીન ઉર્ફે સમીર ઉર્ફે ભૂરિયો આરીફ શેખ (રહે-ભેસ્તાન આવાસ ) અને મોહસીન ઉર્ફે ચિકન મુબારકઅલી સૈયદ (રહે-પદ્મા નગર-માનદરવાજા ) ને ઝડપી પાડયા હતા અને ગુનામાં ઉપયોગમાં લેવામાં આવેલી બે રીક્ષા કબ્જે કરવામાં આવી હતી.

પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓ ખાસ કરી મહિધરપુરા વિસ્તારમાં રિક્ષા લઈને ફરતા અને મુસાફરોને બેસાડી તેમની નજર ચૂકવી તેમના ખિસ્સ્માંથી પૈસા કાઢી લેતા હતા.આરોપી પવનકુમાર વિરુદ્ધ ડિંડોલી,કાપોદ્રા,મહિધરપુરા,સલાબતપુરા,ઇચ્છાપોર અને સરફુદ્દીન ઉર્ફે સમીર વિરુદ્ધ મહિધરપુરા સહીત પોલીસ મથકોમાં જુદા જુદા ગુના નોંધાયેલા છે.પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

નોંધનીય છે કે આ ગેંગ ફક્ત રિક્ષામાં બેસેલા પેસેન્જરોને જ ટાર્ગેટ કરતી હતી. નજર ચૂકવીને તેઓ મુસાફરો પાસે રહેલો સામાન અને અન્ય ચીજવસ્તુઓ ચોરી લેતી હતી. હવે જ્યારે આ ગેંગ પકડાઈ છે. ત્યારે અન્ય પોલીસમથકના ગુનાઓ પણ ઉકેલાય તેવી પૂરેપૂરી સંભાવના છે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

આ પણ વાંચોઃ Surat : 28 માર્ચથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ, એક વિદ્યાર્થીને 3 સેન્ટર અપાતા મુશ્કેલીમાં વધારો

આ પણ વાંચોઃ Surat : ચોર્યાસી અને કામરેજ ટોલનાકુ 1 એપ્રિલથી નેશનલ હાઇવે ઓથોરિટી હસ્તક લેવાશે, ટોલટેક્સ પેટે 120 રૂપિયા વસુલાશે, કોંગ્રેસ લડતના મૂડમાં

Next Article