સુરત: રસ્તામાં ખાડા કે ખાડામાં રસ્તા! સર્વે કરાતા 65 રસ્તાઓ અત્યંત ભયંકર

|

Aug 19, 2019 | 6:32 AM

વરસાદ બાદ સુરતના રસ્તાઓ જાણે ખાડાથી મઢી દેવામાં આવ્યાં તેવી સ્થિતિ છે. શહેરના મોટાભાગના રસ્તાઓ પર મસમોટા ગાબડા જોવા મળી રહ્યાં છે. શહેરના કેટલા રસ્તા ખરાબ થયા તેનો સર્વે કરાતા 65 રસ્તાઓ અત્યંત ભયંકર હદે ખરાબ થયા હોવાનું સામે આવ્યું છે. ત્યારે હવે ડિફેક્ટ લાયાબિલીટી પિરિયડ હેઠળના રસ્તાનું રીપેરીંગ ઇજારેદાર પાસે કરાવામાં આવશે. અને તૂટી […]

સુરત: રસ્તામાં ખાડા કે ખાડામાં રસ્તા! સર્વે કરાતા 65 રસ્તાઓ અત્યંત ભયંકર

Follow us on

વરસાદ બાદ સુરતના રસ્તાઓ જાણે ખાડાથી મઢી દેવામાં આવ્યાં તેવી સ્થિતિ છે. શહેરના મોટાભાગના રસ્તાઓ પર મસમોટા ગાબડા જોવા મળી રહ્યાં છે. શહેરના કેટલા રસ્તા ખરાબ થયા તેનો સર્વે કરાતા 65 રસ્તાઓ અત્યંત ભયંકર હદે ખરાબ થયા હોવાનું સામે આવ્યું છે. ત્યારે હવે ડિફેક્ટ લાયાબિલીટી પિરિયડ હેઠળના રસ્તાનું રીપેરીંગ ઇજારેદાર પાસે કરાવામાં આવશે. અને તૂટી ગયેલા રસ્તાની ગુણવત્તા તપાસવા આદેશ આપાયા છે.

આ પણ વાંચો: VIDEO: આણંદના ઉમરેઠ ભરોડા રોડ પર સ્કૂલ બસે મારી પલટી

ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો

ચોમાસામાં ડામરના રસ્તા ધોવાઈ હોવાની વ્યાપક ફરિયાદો બાદ સાત ઝોનમાં ડામરના રસ્તાનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં 1280 રસ્તાઓ પૈકી 580 કિલોમીટર લંબાઈમાં 1015 રસ્તાઓના ફરી કરાયેલા સર્વેમાં 32 રસ્તાઓ અત્યંત ખરાબ થયા હોવાનું જણાયું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જ્યારે 130 રસ્તાઓ થોડા ઘણા ખરાબ થયા હોવાનું સામે આવ્યું છે. 128 રસ્તાઓને વધતે ઓછે અંશે નુક્સાન થયું છે. શહેરમાં ડામરના 660 રસ્તાનો સર્વે બાકી છે જેની કામગીરી હજી ચાલી રહીં છે. અત્યારસુધીમાં થયેલા સર્વેમાં ઉધના ઝોન, અઠવા ઝોન અને વરાછા ઝોનમાં સૌથી વધારે રસ્તાઓ બગડ્યા છે.

 

[yop_poll id=”1″]

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article