Surat: 55 યુગલે પ્રભુતામાં પગલા પાડ્યા, કરિયાવરમાં ભેટ સાથે માસ્ક અને સેનેટાઈઝર પણ અપાયા

|

May 03, 2021 | 9:20 AM

સુરતમાં ગુજરાત વિકાસ સમિતિએ કોરોના કાળમાં ઑનલાઈન સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કર્યું. આ ઑનલાઈન સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં 55 યુગલે પ્રભુતામાં પગલા પાડ્યા. સુરતના 110 પરિવાર માટે સમૂહ લગ્ન સમારોહ આશાનું કિરણ બન્યો. આ 20માં સમૂહ લગ્નમાં સુરતના વિવિધ વિસ્તારના 45 અને 10 મંડપ સુરત બહારના રહ્યાં.

Surat:  સુરતમાં ગુજરાત વિકાસ સમિતિએ કોરોના કાળમાં ઑનલાઈન સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કર્યું. આ ઑનલાઈન સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં 55 યુગલે પ્રભુતામાં પગલા પાડ્યા. સુરતના 110 પરિવાર માટે સમૂહ લગ્ન સમારોહ આશાનું કિરણ બન્યો. આ 20માં સમૂહ લગ્નમાં સુરતના વિવિધ વિસ્તારના 45 અને 10 મંડપ સુરત બહારના રહ્યાં.

આ તમામ મંડપ ડિજિટલી એકબીજા સાથે જોડાયેલા રહેશે. સામાજીક અગ્રણી દિલીપ વિઠ્ઠાણીએ કહ્યું કે 20 વર્ષમાં અમે 700થી વધુ દિકરી સાસરે વળાવી છે જેમાં 200થી વધારે દિકરી તો માતા-પિતા વગરની છે.  આ લગ્નમાં દરેક યુગલને 70થી 80 હજારનું કરિયાવર સાથે કુંવરબાઈનું મામેરૂ અને સાતફેરા સમૂહલગ્ન મળી 1 લાખની ભેટ આપવામાં આવી.

સમૂહ લગ્નના આયોજકોએ કોરોના ગાઈડલાઈનનું કડક પાલન કરતા મહેમાન અને યુગલોને પીડીએફ થકી કંકોત્રી આપી છે તો કરિયાવરમાં માસ્ક અને સેનેટાઈઝર પણ આપવામાં આવ્યા.

 

Next Video