Surat : છેલ્લા પાંચ વર્ષમાં બીઆરટીએસ રૂટમાં અકસ્માતમાં 39 વ્યક્તિઓના મોત

|

Nov 23, 2021 | 6:32 PM

લોકોને સતર્ક કરવા માટે 2018માં જ્યાં ટ્રાફિક સિગ્નલ લાગવાના હતા ત્યાં ફક્ત થાંભલા જ લગાવવામાં આવ્યા છે. જેના કારણે બીઆરટીએસ કોરિડોરમાં પાંચ વર્ષમાં 109 એક્સિડન્ટ થયા છે, જેમાં 39 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

Surat : છેલ્લા પાંચ વર્ષમાં બીઆરટીએસ રૂટમાં અકસ્માતમાં 39 વ્યક્તિઓના મોત
Surat BRTS Bus

Follow us on

સુરતમાં બીઆરટીએસ કોરિડોરના (BRTS Corridor) અલગ અલગ રૂટ પર પાછલા પાંચ વર્ષમાં 70 એક્સીડ્ન્ટ (Accident) થયા છે. જેમાંથી 39 વ્યક્તિઓના મોત (Death) થયા છે. સુરતને સ્માર્ટ સીટી (Smart City) બનાવવા માટે ઘણા પ્રોજેક્ટો લાવવામાં આવ્યા હતા. જેમાંથી એક પ્રોજેક્ટ ઇન્ટીગ્રેટેડ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ (Project Integrated Traffic Control System) પણ હતું. જેમાં વ્હીકલ ડિટેક્ટર, સિગ્નલ કંટ્રોલર, સ્ટ્રીટ લાઈટના થાંભલા, પાવર સપ્લાય અને કેબલના કામોનો સમાવેશ થયો હતો. જેથી આ પ્રોજેક્ટની સિસ્ટમને ઓપરેટ કરવામાં આવે. 

પાંચ વર્ષ વીતવા પછી પણ શહેરના એવા ઘણા બીઆરટીએસ સ્ટેશન એવા છે, જ્યાં હજી પણ ફક્ત થાંભલા જ છે, ટ્રાફિક સિગ્નલ લગાવવામાં નથી આવ્યા, જેનાથી રૂટ પસાર કરનારા લોકોને ખબર જ નથી પડતી કે બસ આવી રહી છે કે નહીં. તેના કારણે પણ એક્સિડન્ટ વધી ગયા છે. ટ્રાફિક સિગ્નલ લગાવવાનો આશય જ એ હતો કે રૂટ પાર કરી રહેલા લોકોને માહિતી મળી શકે કે કેટલી વારમાં બસ આવનારી છે. જેનાથી થનારા અકસ્માતોને રોકી શકાય.

આ યોજના અમલમાં આવ્યા પછી પાંચ વર્ષમાં અત્યાર સુધી 70 એક્સીડન્ટ અને 39 વ્યક્તિઓના મોત નિપજ્યા છે. સુરત મહાનગરપાલિકાના સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે વર્ષ 2018માં આ યોજના પૂર્ણ થઇ ગઈ હતી. તે પૂર્ણ થયા બાદ બીઆરટીએસ કોરીડોરમાં 25 એક્સિડન્ટ અને 15 વ્યક્તિઓના મોત થયા હતા. ત્યાંજ 2018ના પહેલાના આંકડા પર નજર કરીએ તો 2017માં 15 એક્સિડન્ટ અને 10 લોકોના મોત થયા હતા. જયારે 2018માં 30 એક્સિડન્ટ અને 14 મોત ના બનાવ સામે આવ્યા હતા.

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024

આંકડા પર પણ નજર કરીએ તો

વર્ષ                  એક્સિડન્ટ                    મોત
2017                  15                              10
2018                  30                            14
2019                  16                             10
2020                  05                            03
2021                   04                           02
કુલ                      70                           39

આઈટીએસ પરિયોજના ઇન્ટેલીજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સેક્ટર હેઠળ આ સમગ્ર પ્રોજેક્ટ હતો. જેનો કુલ ખર્ચ 132 કરોડ રૂપિયા સુધીનો હતો. તેના માટે 103 કરોડ રૂપિયા મંજુર થયા હતા અને ખર્ચ પણ થઇ ચુક્યા છે. તેમ છતાં બીઆરટીએસ કોરિડોરના હજી પણ કેટલાક રૂટ એવા જ છે જ્યાં હજી સુધી ફક્ત થાંભલા જ લગાવવામાં આવ્યા છે અને ટ્રાફિક સિગ્નલ લગાવવામાં નથી આવ્યા.

આમ, લોકોને સતર્ક કરવા માટે 2018માં જ્યાં ટ્રાફિક સિગ્નલ લાગવાના હતા ત્યાં ફક્ત થાંભલા જ લગાવવામાં આવ્યા છે. જેના કારણે બીઆરટીએસ કોરિડોરમાં પાંચ વર્ષમાં 70 એક્સિડન્ટ થયા છે. જેમાં 39 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

 

આ પણ વાંચો : PORBANDAR : ડ્રગ્સ કેસમાં ગુજરાત ATSના પોરબંદરમાં ધામા, એક શંકાસ્પદ શખ્સને ઝડપી પાડ્યો

આ પણ વાંચો : LPG ભરેલું મોટું ટેન્કર રોડ પર પલટી મારી જતા અફડાતફડી, 12 કલાક સુધી ટેન્કરમાંથી નીકળ્યો ગેસ

Next Article