Surat : ગમખ્વાર અકસ્માતમાં 15 લોકોના કરૂણ મોત, ડમ્પર ચાલકે બાળકો સહિત 15ને કચડયા

|

Jan 19, 2021 | 1:45 PM

surat : ગમખ્વાર અકસ્માતમાં 15 લોકોનાં મોત. ડમ્પરચાલકે કાબુ ગુમાવતા નાના બાળક સહિત 15 લોકોને કચડયા.

surat: ગમખ્વાર અકસ્માતમાં 15 લોકોનાં મોત. ડમ્પરચાલકે કાબુ ગુમાવતા નાના બાળક સહિત 15 લોકોને કચડયા. 10થી વધુ લોકો હજુ પણ ગંભીર સ્થિતિમાં હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં મૃત્યુઆંક હજુ પણ વધવાની શકયતા છે. રોડની બાજુમાં મજૂર વર્ગ સુતો હતો ત્યારે રાત્રી દરમિયાન આ દુર્ઘટના બની છે. ગટરના ઢાંકણા પર મજૂર વર્ગ સુતો હતો. ત્યારે ડમ્પરના ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. સુરતના કીમ ચાર રસ્તા નજીક આ ઘટના બની છે. GJ19 X 0901 ડમ્પર ચાલકે આ અકસ્માત સર્જયો હતો. કોસંબા પોલીસે તપાસ હાથ ધરી છે.

 

 

સુરતના કિમ ચાર રસ્તા પાસેના અકસ્માતની ઘટના પર વડાપ્રધાન મોદીએ દિલસોજી વ્યક્ત કરી. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ શોક વ્યક્ત કર્યો. મૃતકોના સ્વજનોને કેન્દ્ર સરકાર 2-2 લાખ અને રાજ્ય સરકાર પણ 2-2 લાખની સહાય ચુકવશે. મૃત શ્રમિકો મૂળ રાજસ્થાનના વતની છે.રાજસ્થાનના CM અશોક ગેહલોતે પણ અકસ્માતને લઈ દુઃખ વ્યક્ત કર્યું. અને ઘાયલો ઝડપથી સાજા થાય તેવી કામના કરી. આ સાથે જ રાજસ્થાન સરકારે પણ મૃતકોના સ્વજનોને 2 લાખ અને ઘાયલોને 50 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી.

Published On - 7:34 am, Tue, 19 January 21

Next Video