Dwarka : દ્વારકાના વાતાવરણમાં અચાનક આવ્યો પલટો, ભારે પવન સાથે દરિયામાં ઉછળ્યા ઊંચા મોજા

|

May 26, 2021 | 7:09 PM

Devbhumi Dwarka : ગોમતીઘાટના દરિયા કિનારે  આશરે 10 ફૂટ ઊંચા ઉછળતા મોજા ત્યાં હાજર લોકોને ભીજવી રહ્યા છે.

Devbhumi Dwarka : દ્વારકાનાના વાતાવરણમાં અચાનક જ પલટો જોવા મળી રહ્યો છે. દ્વારકાના ગોમતીઘાટના કિનારે 10 ફૂટ સુધીના ઊંચા ઊંચા દરિયાના મોજા ઊછળી રહ્યા છે. તેમજ દરિયામાં કરંટ પણ જોવા મળી રહ્યો છે.

ચક્રવાત તાઉ તેની અસર હજુ તો ઓસરી નથી ત્યાં યાસ વાવાઝોડું બંગાળ સહિતના આસપાસના વિસ્તારને ધમરોળવા આવી પહોચ્યું છે. જેને લઈને કહી શકાય કે દરિયા કિનારાઑ પર તેની અસર જોવા મળી રહી છે.

ગુજરાતના દરિયાકાંઠે આવેલું પ્રસિદ્ધ યાત્રાધામ દેવભૂમિ દ્વારકાના દરિયાના દરિયામાં મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે. વાતાવરણમાં અચાનક પલટાના કારણે દરિયામાં ઊંચા ઊંચા મોજાની સાથે કરંટ પણ જોવા મળી રહ્યો છે.

સામાન્ય રીતે પુનમ હોવાને કારણે દરિયામાં ભરતી જોવા મળતી હોય છે. અને સાથે જ યાસ વાવાઝોડું પણ બંગાળના દરિયા પર ત્રાટક્યું છે તો શક્ય છે કે તેની અસર અહીના દરિયા કિનારાઓ પર પણ જોવા મળી હોય.  ગોમતીઘાટના દરિયાકિનારે  આશરે 10 ફૂટ ઊંચા ઉછળતા મોજા ત્યાં હાજર લોકોને ભીંજવી રહ્યા છે.

આ સાથેસાથે દરિયામાં ઉંચા મોજા ઉછળવાની સાથે દરિયાકિનારે આહલાદક વાતાવરણ જોવા મળ્યું હતું. તો દરિયાના ઉંચા મોજાના નયનરમ્ય દ્રશ્યોને નિહાળવા દરિયાકિનારે લોકો પણ ઉમટી પડયા હતા.અને, મોજામાં ભિંજાવવાની મજા પણ લીધી હતી.

Next Video