સુરતના સરથાણા વિસ્તારમાં તક્ષશિલા ઇમારતમાં લાગેલી આગ અનેક પરિવારના વ્હાલસોયા સંતાનને ભરખી ગઈ છે. જે માતાએ દીકરીના કોલેજમાં એડમિશની તૈયારી કરી હતી એ દીકરી હવે કાયમને માટે જતી રહી છે. આ ભયાનક આગ અનેકના મિત્રોને પણ ભરખી ગઈ છે. જેમાં વંશવી કાનાણી નામની વિદ્યાર્થીની ક્લાસીસના પહેલા દિવસે જ મોતને ભેટી હતી. વંશવીના મોત થયાની જાણ થતાં જ સાથે અભ્યાસ કરતી સખીઓ પર જાણે આભ ફાટી પડ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.
આ પણ વાંચો: અમદાવાદ પોલીસ કમિશનરના આદેશનું ખુલ્લેઆમ ઉલ્લંઘન, શહેરમાં હજુ પણ ટ્યુશન ક્લાસીસ શરૂ
વંશવી કોમર્સમાં અભ્યાસ કરતી હોવાથી આજે તેનું પરિણામ હતું અને બહેનપણીઓ સાથે મળવાની વાત પણ કરી હતી. પરંતુ તે પહેલા જ આ આગે એક બહેનપણીને છીનવી લીધી. વંશવીને ક્યાં ખબર હતી કે પરિણામના એક દિવસ પહેલાં જ એ આ દુનિયામાં નહીં હોય. બંસરીને અંતિમ વખત જોવા સખીઓ હોસ્પિટલ દોડી આવી હતી અને રડતી આંખે વંશવીને યાદ કરી હતી.