MODI@71 : વડાપ્રધાન મોદીના જન્મદિવસે બનાસ મેડીકલ કોલેજના વિદ્યાર્થીઓ અને સ્ટાફે અંગદાનની પ્રતિજ્ઞા લીધી

Banas Medical College : બનાસ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા 300 જેટલા વિદ્યાર્થીઓ તેમજ 150 જેટલા સ્ટાફ દ્વારા પોતાના મૃત્યુ બાદ પોતાના અંગદાન કરવા માટેની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.

MODI@71 : વડાપ્રધાન મોદીના જન્મદિવસે બનાસ મેડીકલ કોલેજના વિદ્યાર્થીઓ અને સ્ટાફે અંગદાનની પ્રતિજ્ઞા લીધી
Students and staff of Banas Medical College took an organ donation pledge on Prime Minister Modi's birthday
| Edited By: | Updated on: Sep 17, 2021 | 8:14 PM

BANASKANTHA : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71મા જન્મ દિવસ (Prime Minister Modi’s birthday)ની ઉજવણી દેશભરમાં થઈ રહી છે. જે અંતર્ગત આજે બનાસ મેડીકલ કોલેજ (Banas Medical College)ખાતે પણ વડાપ્રધાન મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે ઉજવણીના ભાગરૂપે આજે મેડિકલ કોલેજના 300 વિદ્યાર્થી તેમજ 150 જેટલા સ્ટાફ સદસ્યોએ પોતાના મૃત્યુ બાદ દેહના અંગોનું દાન (organ donation)કરવા માટેની પ્રતિજ્ઞા કરી અને અંગદાન માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.

વડાપ્રધાન મોદીના 71માં જન્મદિવસ (Prime Minister Modi’s birthday)ની ભાજપના કાર્યકરો અલગ અલગ રીતે ઉજવણી કરી રહ્યા છે. બનાસ મેડિકલ કોલેજ વડાપ્રધાનના જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી. મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા 300 જેટલા વિદ્યાર્થીઓ તેમજ 150 જેટલા સ્ટાફ દ્વારા પોતાના મૃત્યુ બાદ પોતાના અંગદાન કરવા માટેની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. મેડિકલ અભ્યાસ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ દ્વારા સમાજમાં અંગદાનનુ મહત્વ વધે તે માટે આ સામૂહિક નિર્ણય લેવામાં આવ્યો હતો.

વડાપ્રધાન મોદીના જન્મદિવસની ઉજવણીમાં મેડિકલ કોલેજના અધ્યાપકો, સ્ટાફ, બનાસ ડેરી નિયામક મંડળના સભ્યો તેમજ બનાસ મેડીકલ કોલેજના પ્રમુખ પી જે ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી (Shankar Chaudhary)એ જણાવ્યું હતું કે આધુનિક સમયમાં અંગદાન સૌથી મોટું દાન છે. અનેક એવા લોકો છે કે જેઓ અકસ્માતના ભોગ બનતાં તેમને તાત્કાલિક કેટલાક અંગોની જરૂર પડતી હોય છે. આ કટોકટીના સમયમાં વ્યક્તિએ અંગદાન કરેલા અંગો કોઈપણ વ્યક્તિને નવું જીવન આપે છે.

વધુમાં શંકર ચૌધરીએ કહ્યું કે મેડિકલ સાયન્સ દિનપ્રતિદિન આગળ વધી રહ્યું છે. ત્યારે સમાજમાં અંગદાન પ્રત્યે વધુ જાગૃતતા આવે તે સમયની માંગ છે. મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને સ્ટાફે પોતાના અંગદાન ની પ્રતિજ્ઞા કરી સમાજને એક નવો રાહ ચિંધ્યો છે. હું વડાપ્રધાન મોદીના જન્મદિવસે વિદ્યાર્થીઓ અને બનાસ મેડીકલ કોલેજના સ્ટાફે કરેલી આ પ્રતિજ્ઞા બદલ અભિનંદન આપું છું.

આ પણ વાંચો : MODI@71 : વડાપ્રધાન મોદીના જન્મદિવસે ગુજરાતમાં સાંજે સાત વાગ્યા સુધીમાં રેકોર્ડબ્રેક 18 લાખથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું

આ પણ વાંચો : BHARUCH : કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીનું દિલ્લી-મુંબઇ એક્સપ્રેસનું નિરીક્ષણ, 2022માં કેબલ બ્રિજની કામગીરી પૂર્ણ કરવાનો અંદાજ

Published On - 7:49 pm, Fri, 17 September 21