અમદાવાદ શહેર કોંગ્રેસનું માળખું તાત્કાલિક અસરથી પ્રદેશ પ્રમુખના આદેશથી વિખેરાયું
અમદાવાદ શહેર કોંગ્રેસનું માળખું વિખેરવામાં આવ્યું છે. તાત્કાલિક અસરથી ગુજરાત કોંગ્રેસ પ્રદેશના પ્રમુખ અમિત ચાવડાના આદેશથી માળખું વિખેરવામાં આવ્યું છે. માહિતી પ્રમાણે સ્થાનિક ધારાસભ્યોની નારાજગીના પગલે આ નિર્ણય કરાયો છે. સાથે કોર્પોરેશનની ચૂંટણીને પણ ધ્યાનમાં રાખી જે કાર્યકર કામગીરી કરશે તેને નવી જવાબદારી સોંપવામાં આવશે. અમદાવાદના માળખામાં પ્રમુખ, વોર્ડ પ્રમુખ સહિતના પદ પર નવી નિમણૂક […]
અમદાવાદ શહેર કોંગ્રેસનું માળખું વિખેરવામાં આવ્યું છે. તાત્કાલિક અસરથી ગુજરાત કોંગ્રેસ પ્રદેશના પ્રમુખ અમિત ચાવડાના આદેશથી માળખું વિખેરવામાં આવ્યું છે. માહિતી પ્રમાણે સ્થાનિક ધારાસભ્યોની નારાજગીના પગલે આ નિર્ણય કરાયો છે. સાથે કોર્પોરેશનની ચૂંટણીને પણ ધ્યાનમાં રાખી જે કાર્યકર કામગીરી કરશે તેને નવી જવાબદારી સોંપવામાં આવશે. અમદાવાદના માળખામાં પ્રમુખ, વોર્ડ પ્રમુખ સહિતના પદ પર નવી નિમણૂક કરવામાં આવશે.
તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો