RAJKOT માં પોલીસની કડક કાર્યવાહી, કોરોના ગાઇડલાઇન અન્વયે કેટલીક દુકાનોને મરાયા સીલ

|

Apr 18, 2021 | 7:11 PM

RAJKOT શહેરમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે RAJKOT મનપા અને પોલીસ વચ્ચે ગઇકાલે એક મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં સંયુક્ત રીતે એક નિર્ણય કરવામાં આવ્યો હતો.

RAJKOT શહેરમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે RAJKOT મનપા અને પોલીસ વચ્ચે ગઇકાલે એક મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં સંયુક્ત રીતે એક નિર્ણય કરવામાં આવ્યો હતો. જેમાં જાહેર જગ્યા પર ચા-પાનની દુકાનો કે અન્ય દુકાનો પર સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતું હોય તેમની સામે કડક કાર્યવાહી કરવી. જેથી આ અંતર્ગત RAJKOT શહેર પોલીસ દ્વારા જુદા જુદા વિસ્તારમાં કડક અમલવારી શરૂ કરવામાં આવી છે. આજે POLICE દ્વારા સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતા 11 દુકાન સીલ કરવામાં આવી હતી.

 

 

બી ડિવીઝન અને યુનિવર્સિટી પોલીસે કાર્યવાહી હાથ ધરી
RAJKOT શહેર પોલીસ કમિશનર અને મનપા કમિશનરની સૂચના અનુસાર આ કાર્યવાહી હાથ ધરી છે. જેમાં જાહેર રસ્તા પર આવેલી ચા-પાનની દુકાનો કે અન્ય ખાણીપીણીની દુકાનો પર સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતા કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. જે અંતર્ગત આજે બી ડિવિઝન પોલીસ દ્વારા 3 અને ગાંધીગ્રામ 2 (યુનિવર્સિટી) પોલીસ દ્વારા 8 જગ્યા પર કડક કાર્યવાહી કરવામાં આવી હતી. કુલ 11 જગ્યા પર સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતા 11 દુકાનો 7 દિવસ માટે સીલ કરી કડક કાર્યવાહી કરવામાં આવી છે.

આ 11 દુકાનો સીલ કરવામાં આવી છે
(1) બાલાજી પાન – જે.કે.ચોક
(2) દ્વારકાધીશ પાન – જે.કે.ચોક
(3) બજરંગ પાન – જે.કે.ચોક
(4) શ્રી શક્તિ ટી સ્ટોલ – કાલાવડ રોડ
(5) જય નકલંગ ટી સ્ટોલ – યુનિવર્સિટી રોડ
(6) ક્રિષ્ના ડિલક્સ પાન – યુનિવર્સિટી રોડ
(7) આશાપુરા પાન – યુનિવર્સિટી રોડ
(8) જય નકલંગ નાસ્તા હોટેલ – યુનિવર્સિટી રોડ
(9) મોમાઇ ટી સ્ટોલ – માર્કેટિંગ યાર્ડ અંદર
(10) ડિલક્સ પાન – બાલક હનુમાન ચોક
(11) શક્તિ ટી સ્ટોલ – ભાવનગર રોડ

Next Video