BHAVNAGAR : ઉડ્ડયન ક્ષેત્રે ભાવનગર માટે નવા અધ્યાયની શરૂઆત થઇ છે. ભાવનગર એરપોર્ટ ખાતેથી દિલ્હી, સુરત અને મુંબઇની સ્પાઇસ જેટની નવી સીધી વિમાની સેવાની શરૂઆત થઇ છે. ગાંધીનગરથી મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વર્ચ્યુઅલ રીતે, તો કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા (દિલ્હીથી વર્ચ્યુઅલ રીતે ) સાથે ફ્લેગ ઓફ કરી. ભાવનગર થી દિલ્હી અને મુંબઈની ફ્લાઈટ મંગળવાર અને શનિવાર સિવાયના બધા દિવસો દરમિયાન ચાલશે. આ ઉપરાંત ભાવનગર થી સુરતની ફ્લાઈટ ગુરુવાર, શનિવાર અને રવિવારના દિવસોએ ચાલશે.
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આજે ભાવનગર ખાતે નવી શરૂ થયેલી ફ્લાઇટના શુભારંગ પ્રસંગે કહ્યું કે, આજે ભાવનગર માટે નવો અધ્યાય લખાવાં જઈ રહ્યો છે. ગુજરાતની વિકાસની નવી ઉંચાઇઓને આંબી રહ્યું છે તેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા એક સાથે ૩ વિમાની કનેક્ટિવિટી રાજ્યને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં મળી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, કનેક્ટિવિટી વિકાસને આગળ વધારે છે, જ્યાં કનેક્ટિવિટી ઘટે છે ત્યાં વિકાસ રૂંધાય છે. આ મહત્વને પારખીને રાજ્ય સરકારે વધુને વધુ એરપોર્ટ અને એરસ્ટ્રીપ વિકસાવીને રાજ્યની ક્ષમતાને વિશ્વ ફલક પર લઈ જવાં માટે વધુને વધુ કનેક્ટિવિટી પર ભાર મૂક્યો છે.
કેન્દ્રિય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા એ જણાવેલ કે વોકલ ફોર લોકલ અને ગ્લોબલ ટૂ લોકલની બંને વિચારધારાનો સમન્વય ભાવનગરમાં જોવાં મળે છે. સાંસ્કૃતિક અને વ્યાપારિક કાબેલિયત, ક્ષમતાને ઉજાગર કરવાનું મહત્વપૂર્ણ અંગ કનેક્ટિવિટી છે. ભાવનગર પૌરાણિક હોવા સાથે ઝડપથી વિકસતું કેન્દ્ર છે.
आगमन पश्चात @flyspicejet विमान का स्वागत पारंपरिक वाटर कैनन की सलामी द्वारा किया गया तथा सभी यात्रियों को स्वागत में भेंट भी दी गई। यह उड़ान सप्ताह में, मंगलवार के अतिरिक्त, सभी दिन संचालित होगी। #ConnectingIndia pic.twitter.com/ngwFRzDLZF
— Airports Authority of India (@AAI_Official) August 20, 2021
ભાવનગર ગુજરાતનું વિકસતું અને મોટું શહેર છે. ભાવનગર વ્યાપાર ઉદ્યોગનું મહત્વનું કેન્દ્ર હોવાં સાથે ઘણાં બધાં મધ્યમ અને નાના ઉદ્યોગો ધરાવતું કેન્દ્ર છે. વિશ્વભરમાં ખ્યાતિ ધરાવતો જહાજ ભાગવાનો વાડો ભાવનગરના અલંગમાં આવેલો છે. ભારત સરકારની નવી વ્હિકલ સ્ક્રેપ પોલિસી અંતર્ગત પણ અલંગમાં જુના વાહનો ભંગાવવા માટે આવવાના છે. તો જૈનોનું પવિત્ર તિર્થસ્થાન પાલીતાણા સહિત અનેક પવિત્ર મંદિરો ભાવનગરમાં આવેલા છે. કાળિયાર માટેનો જ પ્રખ્યાત અભયારણ્ય એવું વેળાવદર પણ ભાવનગરમાં આવેલું છે ત્યારે આ કનેક્ટીવીટી વધતાં વધુને વધુ લોકો સરળતાથી ભાવનગર અને ભાવનગરના લોકો વિશ્વ સાથે જોડાઇ શકશે.
મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ભાવનગરથી દિલ્હી, સુરત અને મુંબઇની સ્પાઇસ જેટની નવી સીધી વિમાની સેવાની શરૂઆત વર્ચ્યુઅલ ફ્લેગ ઓફ કરીને કરાવી હતી. આ પ્રસંગે
કેન્દ્રીય ઉડ્ડયન રાજ્યમંત્રીશ્રી જનરલ ડો.વી.કે સિંઘ, સાંસદ સી.આર. પાટીલ, ભારતીબેન શિયાળ અને મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, વિભાવરીબેન દવે સહિતના ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.
Published On - 6:47 pm, Fri, 20 August 21