Ahmedabad to Mumbai Train: અમદાવાદ-મુંબઈ રેલવે સુપર ફાસ્ટ ગતિએ દોડશે, દિવાળીથી આટલી ઝડપે ચાલશે ટ્રેન

|

Jun 06, 2023 | 4:47 PM

Ahmedabad to Mumbai Train: અમદાવાદ થી મુંબઈ વચ્ચેના રેલવે ટ્રેકના રુટ માટે હાલમાં કવચ પ્રોજેક્ટ યોજનાનો પ્રોજેક્ટ ચાલી રહ્યો, આ કામ પુર્ણ થયા બાદ ગતિ મર્યાદા વધી જશે અને તેનુ નિરીક્ષણ કર્યા બાદ ટ્રેનની ગતિ વધારાશે.

Ahmedabad to Mumbai Train: અમદાવાદ-મુંબઈ રેલવે સુપર ફાસ્ટ ગતિએ દોડશે, દિવાળીથી આટલી ઝડપે ચાલશે ટ્રેન
Ahmedabad to Mumbai Train ની વધારાશે ગતિ

Follow us on

અમદાવાદ અને મુંબઈ વચ્ચે હાલમાં ઝડપી ગતિએ ટ્રેન દોડી રહી છે. પરંતુ આગામી દિવાળીએ વેસ્ટર્ન રેલવે દ્વારા પ્રવાસીઓને માટે મોટી ભેટ મળનારી છે. મુંબઈ થી અમદાવાદ વચ્ચે પ્રવાસ કરનારા મુસાફરોને ઝડપી ગતિની ટ્રેનની સુવિધાનો લાભ મળશે. અમદાવાદ મુંબઈ વચ્ચેની ટ્રેન સેવા સુપરફાસ્ટ બની જશે, એટલે કે આગામી દિવાળીની આસપાસથી દોઢસોથી પણ વધારે ગતિની ટ્રેન દોડતી થઈ જશે. આ માટે હાલમાં વેસ્ટર્ન રેલવે દ્વારા ઝડપ વધારવા માટેના પ્રોજેક્ટનો ધમધમાટ શરુ કરી દેવામાં આવ્યો છે.

તાજેતરમાં જ ઓડિશામાં થયેલા રેલ અકસ્માતને લઈ કવચ સિસ્ટમની ચર્ચા ખૂબ જ વર્તાઈ રહી છે. પરંતુ આગામી દિવસોમાં અમદાવાદ મુંબઈ રેલવે સેવા વધુ સલામત અને સુરક્ષિત બની જશે. હાલમાં અમદાવાદ-મુંબઈ રુટ પર કવચ સિસ્ટમ લાગુ કરવાને લઈ કામગીરી ચાલી રહી છે. જેને અંતર્ગત રુટ પર ટાવર ફિટ કરવાાં આવી રહી છે. આ સાથે જ ટ્રેનમાં ખાસ કવસ સિસ્ટમ મુજબના ઈલેક્ટ્રોનિક્સ ડિવાઈસ લગાડવાના છે, જે ફિટ કર્યા બાદ સંપૂર્ણ કવચ સિસ્ટમ એક્ટિવેટ કર્યા બાદ રુટ પર રેલ સેવા એકદમ સુરક્ષિત બની જશે.

160 કિમીની ઝડપે દોડશે ટ્રેન

ઓક્ટોબર મહિના સુધીમાં સંપૂર્ણ કામગીરી ખતમ થઈ જવાની આશા છે. જે મુજબ આગામી દિવાળીની આસપાસમાં ગુજરાતથી મુંબઈ વચ્ચેની રેલ સેવા ઝડપી બની ચુકી હશે. આ માટે હાલમાં યુદ્ધના ધોરણે કામગારી ટ્રેક પર ચાલી રહી છે. જેમાં ટ્રેકની બંને તરફ સેફ્ટી માટેની કામગીરી ચાલી રહી છે. આ સિવાય ટ્રેક પર પણ કવચ પ્રોજેક્ટનુસાર ટાવર અને અન્ય ઉપકરણો લગાડવાની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યાર બાદ ટ્રેનની ગતિને લઈ CSR કરાશે અને તેના રિપોર્ટ બાદ ટ્રેનની ગતિ વધારવામાં આવશે.એમ વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર અમિતકુમાર મિશ્ર એ મીડિયાને હિંમતનગર ખાતે જણાવ્યુ હતુ.

યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન

મિશ્રએ હિંમતનગર રેલવે સ્ટેશન ખાતે TV9ના સવાલનમાં બતાવ્યુ હતુ કે, કવચ સુરક્ષા સિસ્ટમ લાગુ કર્યા બાદ ટ્રેનની ગતિમાં વધારો કરવામાં આવશે. હાલમાં અમદાવાદ થી મુંબઈ વચ્ચે ટ્રેનની ગતિ 130 કિલોમીટર પ્રતિકલાકની છે, જે વધારીને 160 સુધી કરવામાં આવશે. આ માટે હાલમાં સુરક્ષાને લગતી કેટલીક કામગીરી ચાલુ છે, જેના ટ્રાયલ અને નિરીક્ષણ કાર્યો પૂર્ણ થયા બાદ ટ્રેનની ઝડપ વધારી દેવામાં આવશે.

આ પણ વાંચોઃ Himmatnagar ના કેનાલ ફ્રન્ટને વધુ સુંદર બનાવાશે, પ્રફુલ પટેલે નિરીક્ષણ કરી ડ્રિમ પ્રોજેક્ટના વિકાસ માટે આપ્યુ માર્ગદર્શન

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 2:42 pm, Tue, 6 June 23

Next Article