સુરતમાં જૈન સાધુ સાધ્વી માટે ખાસ કોવિડ કેર સેન્ટર બનાવ્યુ, કોવિડ કેર સેન્ટરોથી હોસ્પિટલો ઉપરનું ઘટ્યુ ભારણ

|

May 04, 2021 | 12:39 PM

સુરતના પૂર્વ મેયર દ્વારા અડાજણમાં 125 બેડની સવલત સાથેનું કોવિડ આઇસોલેશન સેન્ટર ( Covid Care Center, ) શરુ કરાયું છે. જેમાં એમડી, એમબીબીએસ તબીબો કોરોનાથી સંક્રમિત થયેલા દર્દીઓની સારવાર કરી રહ્યાં છે. તો મનોચિકિત્સકની સલાહ મુજબ, દર્દીઓને આવી ચિંતાજનક સ્થિતિમાં મનોરંજન પીરસવા માટે એલઈડી સ્ક્રીન રાખવામાં આવી છે.

ગુજરાતમાં ગત મહિને, કોરોનાની અતિ કપરી સ્થિતિ ધરાવતા સુરત ( SURAT ) શહેરમાં કોરોનાના કેસની સ્થિતિને નિયંત્રણમાં લઈ લીધી છે. જેમાં મુખ્યત્વે ઠેર ઠેર શરુ કરાયેલા કોવિડ કેર સેન્ટરનો ( Covid Care Center, ) ફાળો વિશેષ હોવાનું કહેવાઈ રહ્યુ છે.

સુરતમાં અનેક સેવાભાવી સંસ્થાઓ અને રાજકીય વ્યક્તિએઓએ ઓક્સિજનની સુવિધા સહીતના કોવિડ કેર સેન્ટર ( Covid Care Center ) શરુ કરીને હોસ્પિટલ ઉપરનું ભારણ ઘટાડયું છે તે દર્દીઓને ઝડપથી સાજા થાય તે માટે તબીબી સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી રહી છે. સુરતમાં ખાસ કરીને જૈન સાધુ સાધ્વીઓ માટે પણ કોવિડ કેર સેન્ટર શરુ કરાયા છે. જેમાં કોરોનાથી સંક્રમિત થયેલા જૈન સાધુ સાધ્વી આઈસોલેટ રહીને કોરોનાની સારવાર મેળવી શકે.

સુરત શહેરમાં કોરોનાની બીજી લહેરમાં રોજના એટલા બધા મૃત્યુ પામતા હતા કે, સુરત શહેરના સ્મશાનગૃહમાં ચિતાઓ ઠરતી નહોતી. સુરત મહાનગરપાલિકાનું સ્મશાનગૃહ નાનુ પડતા, આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં કોવિડ19થી મૃત્યુ પામેલાના અગ્નિદાહ આપવામાં આવતા હતા. જો કે સૌ સેવાભાવીઓની મહેનત અને લોકોની જાગૃતિને કારણે આજે સુરતમાં કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં લેવાઈ છે.

સુરતના પૂર્વ મેયર દ્વારા અડાજણમાં 125 બેડની સવલત સાથેનું આઇસોલેશન સેન્ટર શરુ કરાયું છે. જેમાં એમડી, એમબીબીએસ તબીબો કોરોનાથી સંક્રમિત થયેલા દર્દીઓની સારવાર કરી રહ્યાં છે. તો મનોચિકિત્સકની સલાહ મુજબ, દર્દીઓને આવી ચિંતાજનક સ્થિતિમાં મનોરંજન પીરસવા માટે એલઈડી સ્ક્રીન રાખવામાં આવી છે. જેમાં લાફિગ ક્લબના વિડીયો દર્શાવીને લાફિગ થેરપી આપવામાં આવે છે. તો હળવા યોગ અને કસરત કરાવવામાં આવે છે.

સુરતમાં જૈન સાધુ અને સાધ્વીઓ પણ અન્ય લોકોની માફક કોરોનાથી સંક્રમિત થયા હતા. આ સાધુ અને સાધ્વીઓ તેમના આચરણને કારણે કફોડી સ્થિતિમાં હતા. જો કે અડાજણના કોવીડ સેન્ટરમાં જૈન સાધુ અને સાધ્વીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામા આવી હતી. જૈન સાધુ સાધ્વીઓ માટેના અલાયદા કોવિડ કેર સેન્ટરમાં, ઓક્સિજનથી માંડીને રેમડેસવીર ઇન્જેક્શન સુધીની સુવિધાઓ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં દસ જેટલા જૈન સાધુ અને સાધ્વી કોરોનાની સારવાર લઇ સાજા થઈ ચૂક્યા છે.

 

Next Video