SOMNATH : સોમનાથ મહાદેવ મંદિર બનશે વેડીગ ડેસ્ટિનેશન, મંદિરમાં માત્ર 11 હજાર રૂપિયામાં વૈદિક લગ્ન કરી શકાશે

|

Apr 05, 2021 | 6:15 PM

SOMNATH : ઘણા લોકોને પ્રખ્યાત અને પ્રસિદ્ધ મંદિરોમાં વૈદિક લગ્ન કરવાની ઇચ્છા હોય છે. ત્યારે આવા લગ્ન કરનાર માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે.

SOMNATH : સોમનાથ મહાદેવ મંદિર બનશે વેડીગ ડેસ્ટિનેશન, મંદિરમાં માત્ર 11 હજાર રૂપિયામાં વૈદિક લગ્ન કરી શકાશે
ફાઇલ ફોટો

Follow us on

SOMNATH : ઘણા લોકોને પ્રખ્યાત અને પ્રસિદ્ધ મંદિરોમાં વૈદિક લગ્ન કરવાની ઇચ્છા હોય છે. ત્યારે આવા લગ્ન કરનાર માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. જેમાં દેશ-વિદેશના લોકો હવે જગવિખ્‍યાત સોમનાથ મહાદેવના સાંનિઘ્‍યમાં ફકત રૂ.11 હજાર ભરી વેદોકત પુરાણોકત લગ્‍ન કરી શકશે. લગ્‍નવિઘિ માટે જરૂરી હોલ, મંડપ જેવી સુવિધા સોમનાથ મંદિર ટ્રસ્‍ટ ઉપલબ્ધ કરાવશે. આ સુવિધાથી આગામી દિવસોમાં યાત્રાધામ સોમનાથ વેડીંગ ડેસ્‍ટીનેશન બની રહેશે.

એક તરફ વર્તમાન સમયમાં લગ્‍ન પ્રસંગોનો ખર્ચ સામાન્‍ય અને મઘ્‍યમ વર્ગની પરવડતો નથી. તો બીજી તરફ હાલ યંગ જનરેશનમાં વેડીંગ ડેસ્‍ટીનેશનનો ક્રેઝ વધી રહયો છે. જેમાં યુવાઓ પ્રખ્‍યાત ધાર્મિક સ્‍થળોએ લગ્‍નપ્રસંગો યોજવાનું પસંદ કરતા થયા છે. ત્‍યારે વર્તમાન પરિસ્‍થ‍િતિ અને ચલણને ઘ્‍યાને રાખી સોમનાથ મંદિર ટ્રસ્‍ટ દ્રારા એક નવો મઘ્‍યમ અને ગરીબ વર્ગના લોકોને રાહતરૂપ આવકારદાયક નિર્ણય કર્યો છે.

જે અંગે માહિતી આપતા એક અખબારને સોમનાથ ટ્રસ્‍ટના જીએમ વિજયસિંહ ચાવડાએ જણાવ્યું છે કે, સોમનાથ સાનિધ્યમાં કેન્‍દ્ર સરકારની યોજના હેઠળ વિશાળ લગ્‍ન મંડપ હોલ સાથેનું અઘતન ટુરિસ્‍ટ ફેસેલીટી કેન્‍દ્ર બનાવવામાં આવ્યું છે. જેમાં કોઇપણ નાગરીક લગ્‍નપ્રસંગ કરી શકે તેવું આયોજન ટ્રસ્‍ટ દ્વારા કરવામાં આવ્યું છે. જેના માટે રૂ.11 હજાર જેટલી નજીવી રકમ ભરવી પડશે એટલે કે ટ્રસ્‍ટ દ્રારા વેદોકત પુરાણોકત રીતે લગ્‍ન વિધિ કરાવી આપશે. જેથી નજીવા ખર્ચમાં લગ્ન સંપન્ન થઇ શકે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

વધુમાં લગ્‍નવિધિ માટે સુશોભિત આધુનિક લગ્‍ન હોલ, સ્‍ટેન, ચોળી, મહારાજા ખુરશી, લગ્‍નવિધિની સામગ્રી, બ્રાહમણ, મહેમાનો માટે ખુરશીની વ્‍યવસ્‍થા, હાર-તોરણ, લગ્‍નછાબ, 50 ફોટોગ્રાફસ અને તેની સીડી, સંસ્‍થાનું પ્રમાણપત્ર, સોમનાથ ભગવાનનો પ્રસાદ, વર-કન્‍યા માટે ફુલહાર, 250 ગ્રામ મીઠાઇ, ખેસ, આંતરપટ જેવી સુવિધાઓ મંદિર ટ્રસ્‍ટ દ્વારા આપવામાં આવશે. આ સાથે પાલિકાનું લગ્‍ન નોંઘણી પ્રમાણપત્ર પણ આપવામાં આવશે. આ સુવિધા બાદ આગામી દિવસોમાં યાત્રાઘામ સોમનાથ વેડીગ ડીસ્‍ટીનેશન તરીકે પ્રખ્‍યાત થશે. તેમા કોઇ બેમત નથી.

Published On - 6:14 pm, Mon, 5 April 21

Next Article