પ્લાઝમાં ડોનેટ કરવામાં સુરતની સ્મીમેર હોસ્પિટલ રાજ્યમાં મોખરે

સુરતની સ્મીમેર હોસ્પિટલ ખાતે તારીખ 5 જુલાઈથી શરૂ થયેલી પ્લાઝ્મા બેંકમાં બે મહિનાથી પણ ઓછા સમયમાં 501 પ્લાઝ્મા ડોનેટ થયા છે. સ્મીમેર હોસ્પિટલ કોવિડ 19ની મહામારીમાં ચોવીસ કલાક કામ કરી રહી છે. સ્મીમેર હોસ્પિટલને પ્લાઝ્મા બેંકની મંજૂરી મળી ત્યારથી જ કોરોનામુક્ત દર્દીઓને પ્લાઝ્મા દાન માટે પ્રેરિત કરવાનું કાર્ય શરૂ કરાયું હતું. છેલ્લા બે મહિનામાં 501 […]

પ્લાઝમાં ડોનેટ કરવામાં સુરતની સ્મીમેર હોસ્પિટલ રાજ્યમાં મોખરે
| Edited By: | Updated on: Sep 19, 2020 | 2:41 PM

સુરતની સ્મીમેર હોસ્પિટલ ખાતે તારીખ 5 જુલાઈથી શરૂ થયેલી પ્લાઝ્મા બેંકમાં બે મહિનાથી પણ ઓછા સમયમાં 501 પ્લાઝ્મા ડોનેટ થયા છે. સ્મીમેર હોસ્પિટલ કોવિડ 19ની મહામારીમાં ચોવીસ કલાક કામ કરી રહી છે. સ્મીમેર હોસ્પિટલને પ્લાઝ્મા બેંકની મંજૂરી મળી ત્યારથી જ કોરોનામુક્ત દર્દીઓને પ્લાઝ્મા દાન માટે પ્રેરિત કરવાનું કાર્ય શરૂ કરાયું હતું.

છેલ્લા બે મહિનામાં 501 ડોનરો પાસેથી 973 યુનિટ પ્લાઝ્મા કલેક્ટ કરવામાં આવ્યું હતું જેમાંથી કુલ 672 યુનિટ પ્લાઝ્મા ઇસ્યુ કરવામાં આવ્યા હતા જેમાં 575 સ્મીમેર હોસ્પિટલમાં અને 280 યુનિટ અન્ય હોસ્પિટલને આપવામાં આવ્યા હતા.. બ્લડ બેન્કના સ્ટાફ અને ડોક્ટરની ટીમની મહેનત અને પ્લાઝ્મા ડોનરોના નિસ્વાર્થ સેવાકીય અભિગમથી આ સિદ્ધિ હાંસલ કરી શકાઇ છે. હાલ સુરતમાં પ્લાઝ્માની જરૂરિયાત ઓછી થઈ હોવાથી આસપાસના જિલ્લામાં પ્લાઝ્માની જરૂર જણાશે તો સપ્લાયની મંજૂરી મેળવી જરૂરિયાત ધરાવતા દર્દીઓને પ્લાઝ્મા પુરા પાડવામાં આવશે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

 

 

 

Published On - 10:28 am, Wed, 2 September 20