ડીઝલના ભાવવધારાની અસર જોવા મળી શાકભાજીના ભાવ ઉપર, જમાલપુર એપીએમસી 15 જુલાઈ સુધી બંધ કરવાનો નિર્ણય પણ ભાવવધારા માટે જવાબદાર

|

Jul 01, 2020 | 7:42 AM

અમદાવાદના જમાલપુર એપીએમસી ખાતે 15 જુલાઈ સુધી જથ્થાબંધ શાકભાજીની લે વેચ કરવા સામે પ્રતિબંધ લગાવતા, અને ડીઝલના ભાવમાં થયેલા વધારાને કારણે, પરપ્રાંતમાંથી આવતા શાકભાજીના ભાવમાં વધારો નોંધાયો છે. સામાન્ય દિવસોમાં જે શાક 40 રૂપિયે કિલો વેચાતુ હોય તેના ભાવ લગભગ બમણા થઈ ગયા છે. અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારોમાં શાકના ભાવ જુદા જુદા છુટક માર્કેટમાં […]

ડીઝલના ભાવવધારાની અસર જોવા મળી શાકભાજીના ભાવ ઉપર, જમાલપુર એપીએમસી 15 જુલાઈ સુધી બંધ કરવાનો નિર્ણય પણ ભાવવધારા માટે જવાબદાર

Follow us on

અમદાવાદના જમાલપુર એપીએમસી ખાતે 15 જુલાઈ સુધી જથ્થાબંધ શાકભાજીની લે વેચ કરવા સામે પ્રતિબંધ લગાવતા, અને ડીઝલના ભાવમાં થયેલા વધારાને કારણે, પરપ્રાંતમાંથી આવતા શાકભાજીના ભાવમાં વધારો નોંધાયો છે. સામાન્ય દિવસોમાં જે શાક 40 રૂપિયે કિલો વેચાતુ હોય તેના ભાવ લગભગ બમણા થઈ ગયા છે. અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારોમાં શાકના ભાવ જુદા જુદા છુટક માર્કેટમાં વસૂલાય છે. ફરીયાઓ દ્વારા વેચાતા શાકના ભાવ ઉપર નજર કરીએ તો, ટામેટા 100, ફુલાવર 110, વટાણા અને કોથમીર 160, ટીડોળા અને ગવાર 90 રૂપિયે કિલો વેચાઈ રહ્યા છે. શાકભાજીના ભાવ વધારા માટે અમદાવાદ શહેરની અંદર આવેલા જમાલપૂર માર્કેટ 15 જુલાઈ સુધી બંધ કરી દેવાયુ છે. હાલ વેપારીઓને શાકભાજી જેતલપૂર એપીએમસીથી લાવવું પડતુ હોવાથી તેના વહનનો ખર્ચ વધી ગયો છે, તો ડીઝલના ભાવમાં સતત થઈ રહેલા વધારાને કારણે ગુજરાતના અન્ય જિલ્લામાંથી કે અન્ય રાજ્યોમાંથી આવતુ શાક પણ મોંધુ થયું છે. જેની અસર અમદાવાદના છુટક શાકમાર્કેટમાં વેચાતા શાકભાજીના ભાવમાં જોવા મળે છે. જુઓ વિડીયો.

Next Article