
જામનગરમાં હોટલમાં રૂમ ભાડે રાખીને ચલાવાતું કૂટણખાનું ઝડપાયું છે. જે હોટલમાંથી આ કૂટણખાનાનો પર્દાફાશ થયો છે તે હોટલ ગોલ્ડન ક્રાઉન શહેર ભાજપના ઉપપ્રમુખ આશિષ કંટારીયાની હોવાનું સામે આવ્યું છે.
આ હોટલ શહેરના પંચવટી સર્કલ પાસે આવેલી છે. જેમાં પોલીસે બે ડમી ગ્રાહકો મોકલ્યા હતા. જેમાં એક ડમી ગ્રાહક રૂમ નંબર 203માંથી બહારના રાજ્યની યુવતી સાથે મળી આવ્યો હતો. ડમી ગ્રાહકને હોટલના રિસેપ્શન પાસે બેસેલા એક વ્યક્તિએ રૂપિયા લઈને યુવતીની વ્યવસ્થા કરી આપી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે મગનલાલ ગાગળા નામનો શખ્સ આ રેકેટ ચલાવતો હતો.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો