રાજ્યના સરકારી ડૉક્ટરો ફરી આંદોલનના માર્ગે! માગણીઓ સ્વીકાર્યા બાદ અમલ જ ન થતા આપી ચિમકી

|

Nov 23, 2021 | 9:13 AM

Gujarat: રાજ્યના સરકારી ડૉક્ટરો ફરી આંદોલનના માર્ગે જવાની ચીમકી આપી છે. એસો.ની માગણીઓ સ્વીકાર્યા બાદ અમલ જ ન થતા ડૉક્ટરો હવે ઉગ્ર બન્યા છે.

Gujarat: રાજ્યની સરકારી મેડિકલ કોલેજોમાં (Medical collage) ફરજ બજાવતા અધ્યાપકોઓ પોતાના પશ્નોને લઈને આંદોલન કર્યા બાદ સમાધાનના ભાગરૂપે તમામ પ્રશ્નો અને માગણીઓ સ્વીકારી લેવાયા હતા. પરંતુ આ માગણીઓ સ્વીકાર્યા બાદ હજુ સુધી તેનો કોઈ અમલ કરવામાં આવ્યો નથી. આ મુદ્દે મેડિકલ ટિચર્સ એસોસિએશન (Medical teachers association) સહિતના ચાર મંડળોએ વારંવાર રજૂઆત કરી હતી. છતા કોઈ પરિણામ ન આવતા હવે આગામી 29 નવેમ્બરથી સંયુક્ત આંદોલન કરવાની જાહેરાત કરી છે.

મહત્વનું છે કે થોડા મહિનાઓ પહેલા ગુજરાત મેડિકલ ટિચર્સ ઓસોસિએશન, GMRERS ફેકલ્ટી એસોસિએશન , ગુજરાત ઈન સર્વિસ ડૉક્ટર એસોસિએશન અને મેડિકલ ઓફિસર એસોસિએશન સાથે જોડાયેલા તબીબોએ વિવિધ માંગણીઓને લઈને આંદોલન શરૂ કર્યું હતુ. તે સમયે તમામ માગણીઓ સ્વીકારી લેવાઈ હતી. અને જી.આર. પણ તે સમયે બહાર પાડી દેવાયો હતો. પરંતુ હજુ સુધી એક પણ બાબતનો અમલ થયો નથી. તેથી આ મુદ્દે હવે તમામ એસોસિએશન સાથે જોડાયેલા ડૉક્ટરોએ આંદોલનની ચીમકી આપી છે.

 

આ પણ વાંચો: Health Tips: વરિયાળી માત્ર મુખવાસ જ નહીં, સ્વાસ્થ્ય માટે પણ છે આશીર્વાદરૂપ, જાણો ફાયદાઓ

આ પણ વાંચો: Himmatnagar: દિવાળી બાદ જ ચાઇનીઝ દોરીની હેરફેર, પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની 3200 ફિરકીઓનો જથ્થો પકડાયો

 

Next Video