સ્કૂલ સંચાલકોને રાહત તો વાલીઓ માટે ખરાબ સમાચાર,ગુજરાતમાં સ્કૂલ ફી મામલે હાઈકોર્ટનો મોટો ચૂકાદો,રાજ્ય સરકારે ફી મુદ્દે જાહેર કરેલો પરિપત્ર રદ્દ કરવાનો આદેશ કર્યો

|

Jul 31, 2020 | 8:50 AM

ગુજરાતમાં સ્કૂલ ફી મામલે આજે હાઈકોર્ટે મોટો ચૂકાદો આપ્યો છે. જેમાં સ્કૂલ સંચાલકોને રાહત તો વાલીઓ માટે ખરાબ સમાચાર છે. ઓનલાઇન શિક્ષણ અને ફી મામલે રાજ્ય સરકાર તેમજ વાલીઓને સૌથી મોટો ઝટકો લાગ્યો છે. ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારે ફી મુદ્દે જાહેર કરેલો પરિપત્ર રદ્દ કરવાનો આદેશ કર્યો છે. સાથે જ હાઇકોર્ટે શાળા સંચાલકોને શિક્ષણ ચાલુ […]

સ્કૂલ સંચાલકોને રાહત તો વાલીઓ માટે ખરાબ સમાચાર,ગુજરાતમાં સ્કૂલ ફી મામલે હાઈકોર્ટનો મોટો ચૂકાદો,રાજ્ય સરકારે ફી મુદ્દે જાહેર કરેલો પરિપત્ર રદ્દ કરવાનો આદેશ કર્યો
http://tv9gujarati.in/school-sanchalko…d-karvano-aadesh/

Follow us on

ગુજરાતમાં સ્કૂલ ફી મામલે આજે હાઈકોર્ટે મોટો ચૂકાદો આપ્યો છે. જેમાં સ્કૂલ સંચાલકોને રાહત તો વાલીઓ માટે ખરાબ સમાચાર છે. ઓનલાઇન શિક્ષણ અને ફી મામલે રાજ્ય સરકાર તેમજ વાલીઓને સૌથી મોટો ઝટકો લાગ્યો છે. ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારે ફી મુદ્દે જાહેર કરેલો પરિપત્ર રદ્દ કરવાનો આદેશ કર્યો છે. સાથે જ હાઇકોર્ટે શાળા સંચાલકોને શિક્ષણ ચાલુ રાખવાનો પણ આદેશ કર્યો છે. જો કે સરકારે જાહેર કરેલા પરિપત્રમાં બાકીના મુદ્દાઓ યથાવત રહેશે. કોર્ટે શાળા સંચાલકોને કહ્યું છે કે, ભણાવાનું ચાલુ રાખો, અમે સંતુલન બનાવવા મુદ્દે હુકમમાં નોંધ કરીશું. આ મુદ્દે સાંભળો શું કહી રહ્યા છે વડોદરાના વાલી અને સંચાલકોનું.

Next Article