તો રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે ફરી એક વખત નવરાત્રી વેકેશનને લઈને મોટી જાહેરાત કરી છે. સરકારે આ વર્ષે નવરાત્રીમાં 8 દિવસનું વેકેશન જાહેર કર્યું છે. આ રીતે જ ગત વર્ષે પણ સરકારે વેકેશન જાહેર કર્યું હતું. જે તે સમયે વાલીઓનો વિરોધ પણ સહન કરવો પડ્યો હતો. વેકેશનના વિરોધમાં કેટલાક લોકોએ પ્રશ્ન ઉઠાવ્યા હતા કે આ પ્રકારના વેકેશનથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડે છે.
School, colleges to get eight-day Navaratri holidays,#Gujarat government declared vacation from 30 September to 7 October. pic.twitter.com/RPpDmoEgTL
— Tv9 Gujarati (@tv9gujarati) May 28, 2019
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
તો બીજી તરફ કેટલાક લોકો એવો તર્ક આપે છે કે હિન્દુઓ માટે આ સૌથી મોટો તહેવાર છે જેથી વેકેશન આપવું જરૂરી છે. તો ત્રીજો પક્ષ એવો પણ મત દર્શાવે છે કે શાળાનો સમય સવારનો અથવા 5 વાગ્યા સુધીનો કરી દેવાથી તહેવારની પણ ઉજવણી કરી શકાય છે. જો કે હાલ તો સરકારે પોતાનો નિર્ણય જણાવી દીધો છે. જો કે મહત્વની વાત એ છે કે નવરાત્રી સમયે આપેલા વેકેશનના દિવસો દીવાળી વેકેશનમાંથી ઓછા કરી દેવામાં આવશે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
Published On - 2:29 pm, Tue, 28 May 19