
ગુજરાતના ફિક્સ પગાર મામલે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવશે. જસ્ટિસ એસ એ બોબડે, જસ્ટિસ અબ્દુલ નઝીર અને જસ્ટિસ કૃષ્ણ મુરારીની બેંચ આ મુદ્દે સુનાવણી કરશે. આ પહેલાની સુનાવણીમાં ગુજરાત સરકારે કોર્ટમાં દલીલ કરી હતી કે ગુજરાતમાં ફિક્સ વેતનદારોને ‘સમાન કામ- સમાન વેતન’નો સિદ્ધાંત લાગુ પડે નહીં.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ગુજરાત સરકારે પોતાની દલીલમાં કહ્યું હતું કે ફિક્સ- પેના કર્મચારીઓ કરાર આધારિત છે અને પાંચ વર્ષ નોકરી પૂર્ણ થયા બાદ જ તેમને કાયમી કરાય છે. જેથી બિહારના કેસની જેમ ગુજરાતમાં સમાન કામ-સમાન વેતનનો સિદ્ધાંત લાગુ નહીં પડે. ઈક્વલ પે ઈક્વલ વર્ક એ કોઈ બંધારણીય હક નથી.
ઉલ્લેખનીય છે કે ફિક્સ વેતનદારોને સમાન કામ-સમાન વેતનના સિદ્ધાંતે પગાર આપવા ગુજરાત હાઈકોર્ટે 6 વર્ષ પહેલા રાજ્ય સરકારને આદેશ કર્યો હતો. જો કે સરકારે અમલ કરવાને બદલે ચૂકાદાને સુપ્રીમમાં પડકારતા વર્ષોથી આ કેસ ન્યાયિક કાર્યવાહી હેઠળ પડતર છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો