Rajkot: કોરોના બાદ સાજા થયેલા મનોરોગીઓની વ્હારે આવી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, માનસિક બિમાર દર્દીઓનું થાય છે કાઉન્સેલિંગ

|

Apr 30, 2021 | 1:49 PM

કોરોના માત્ર જીવ જ નથી લેતો, પરંતુ કોરોના બાદ સાજા થયેલા દર્દીઓનું જીવન હરામ પણ કરી નાખે છે. માનસિક રીતે કોરોનાથી બિમાર દર્દીઓની મદદે આવી છે રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી.

કોરોના માત્ર જીવ જ નથી લેતો, પરંતુ કોરોના બાદ સાજા થયેલા દર્દીઓનું જીવન હરામ પણ કરી નાખે છે. કોરોનાની સૌથી ઘાતક અસર વ્યક્તિના માનસપટ પર પડતી હોય છે, ત્યારે માનસિક રીતે કોરોનાથી બિમાર દર્દીઓની મદદે આવી છે રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું મનોવિજ્ઞાન ભવન. અહીં કોરોના સહિત માનસિક રોગથી પીડાતા દર્દીઓ માટે કોલ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે અને માનસિક સંતુલન ગુમાવી ચુકેલા લોકોની સારવાર કરવામાં આવે છે.

મનોવિજ્ઞાન ભવન દ્વારા શરૂ કરાયેલા સેન્ટરમાં રોજના 250થી વધુ કોલ આવે છે અને સમયની જરૂરિયાત જોતા સૌરાષ્ટ્રના 45 સ્થળો પર આ સેવાની શરૂઆત કરવામાં આવી છે. અહીં દર્દીને દાખલ કર્યા બાદ તેનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે અને તેના વિચારો પર કાબૂ મેળવાય છે. આ સારવારથી દર્દીઓ પણ રાહતનો દમ લઇ રહ્યા છે. સંસ્થાના વડા પણ સારા પરિણામોનો દાવો કરી રહ્યા છે.

Next Video