saurashtra: ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી, સૌરાષ્ટ્રનાં અનેક વિસ્તારમાં વરસાદ નોંધાયો

|

Jun 19, 2021 | 12:52 PM

Saurashtra : સૌરાષ્ટ્રમાં મેઘસવારી આવી પહોચી છે. સૌરાષ્ટ્રમાં વરસાદનું (Rain) આગમન થતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.

Saurashtra : સૌરાષ્ટ્રમાં મેઘસવારી આવી પહોચી છે. સૌરાષ્ટ્રમાં વરસાદનું (Rain) આગમન થતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો મોરબી, જામનગર, રાજકોટ, પોરબંદર, દ્વારકાજેવા વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં આગામી 5 દિવસ સુધી વરસાદી માહોલ રહેશે.

રાજકોટ(rajkot)
રાજકોટમાં વરસાદની એન્ટ્રી થઇ છે. રેસકોર્ષ,કાલાવાડ રોડ,યાગ્નિક રોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ છે. લોધિકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે. રાજકોટ જિલ્લા પંચાયતમા વૃક્ષ ધરાશાયી થતા વાહનવ્યવહારને અસર થઇ છે.

મોરબી (morbi)
મોરબી જિલ્લાના હળવદ અને માળીયા તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. હળવદ શહેર તેમજ દેવળીયા, સુરવદર, રાણેકપર અને માનસર ગામમાં વરસાદ છે. તો માળીયા તાલુકાના સુલતાનપુર, માણાબા, ચીખલી, વેણાસર, વેજલપર સહિતના ગામોમાં વરસાદનું આગમન થઇ ચૂક્યું છે.

 

પોરબંદર (porbandar)
પોરબંદરમાં આજે મેઘરાજાની શાહી સવારી પહોંચી હતી. સવારે 9:45 કલાકથી મેઘરાજાનું આગમન થયું છે. પંદર દિવસથી અસહ્ય ઉકળાટ બાદ આજે મેહુલિયો વરસી પડતા ગરમીમાં રાહત મળી છે. લોકો વરસાદનો આનંદ માણવા નીકળી પડયા હતા.

ગીર સોમનાથ(gir somnath)
ગીરસોમનાથ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. વેરાવળ અને ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે વરસાદ વરસી રહ્યો છે.

ધોરાજી(dhoraji) 
રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં વરસાદ વરસી રહ્યો છે. ધોરાજી તાલુકાના સુપેડી, તોરણીયા, જમનાવડ, પીપળીયા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે.

દેવભૂમિ દ્વારકા (devbhumi dwarka )
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયા માં બે કલાક માં 4 ઇંચ વરસાદ વરસ્યો છે. ખંભાળિયા-જામનગર હાઈવે પર પાણી ભરાતા વાહનોની લાંબી લાઈન લાગી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા અને આસપાસ ના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે.ધોધમાર વરસાદને લઈ ને રોડ અને સ્થાનિક નદીઓમાં પાણી જ પાણી ફરી વળ્યાં છે. સલાયા , સોડસલા , કોઠા વિસોત્રી , સહિતના ગામોમાં વરસાદ છે.

Next Video