સરકારે મા અમૃતમ કાર્ડ બંધ કરી દીધું? વાંચો આ અહેવાલ અને જાણો સમગ્ર વિગત

રાજ્યમાં લોકોને આરોગ્યની સુવિધા પૂરી પાડતા મા અમૃતમ કાર્ડ અંગે સૌથી મહત્વના સમાચાર. ગુજરાતમાં મા અમૃતમ કાર્ડ બંધ નહીં થાય. ટીવી નાઈનના અહેવાલને આધારે આરોગ્ય તંત્રએ સ્પષ્ટતા કરી છે કે, મા કાર્ડ સહિતના આરોગ્ય કાર્ડ ચાલશે. મા અમૃતમ કાર્ડ બંધ થવાની વાત ફેલાતા જ હોસ્પિટલમાં સારવાર લેતા લોકો અને દર્દીના સગા વિમાસણમાં મુકાયા. અધુરામાં પુરુ […]

સરકારે મા અમૃતમ કાર્ડ બંધ કરી દીધું? વાંચો આ અહેવાલ અને જાણો સમગ્ર વિગત
| Updated on: Oct 15, 2020 | 6:04 PM

રાજ્યમાં લોકોને આરોગ્યની સુવિધા પૂરી પાડતા મા અમૃતમ કાર્ડ અંગે સૌથી મહત્વના સમાચાર. ગુજરાતમાં મા અમૃતમ કાર્ડ બંધ નહીં થાય. ટીવી નાઈનના અહેવાલને આધારે આરોગ્ય તંત્રએ સ્પષ્ટતા કરી છે કે, મા કાર્ડ સહિતના આરોગ્ય કાર્ડ ચાલશે. મા અમૃતમ કાર્ડ બંધ થવાની વાત ફેલાતા જ હોસ્પિટલમાં સારવાર લેતા લોકો અને દર્દીના સગા વિમાસણમાં મુકાયા. અધુરામાં પુરુ ટોલ ફ્રી નંબર પરથી મા અમૃતમ કાર્ડ બંધ થયું હોવાની સૂચના આપવામાં આવી. લોકોને મા અમૃતમ કાર્ડને બદલે પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ કઢાવી લેવાની સૂચના અપાઈ. જો કે ટીવી નાઈનના અહેવાલ બાદ તંત્રએ પોતાની ભૂલ સ્વીકારી. આરોગ્ય તંત્રએ યોગ્ય તપાસના આદેશ આપવાની સાથે એ પણ સ્પષ્ટતા કરી કે, મા સહિતના તમામ કાર્ડ ચાલુ રહેશે.

આ પણ વાંચો: ખેડા : રોડ નવિનીકરણના કાર્ય દરમિયાન વૃદ્ધનું મોત, રોડ બનાવતી એજન્સી પર બેદરકારીનો આરોપ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો