શપથ લીધાને બીજા જ દિવસે સુરત મનપાના કર્મચારીઓએ કર્યો નિયમનો ભંગ, માસ્ક વગર કામ કરતા જોવા મળ્યા

કોરોનાને હરાવવા માટે હજી તો ગઈકાલે જ સુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોન અને ડિપાર્ટમેન્ટમાં શપથ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કર્મચારીઓએ કોરોનાની ગાઈડલાઈન અનુસરવા માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટનસિંગ જાળવવા સહિત બીજા નિયમો માટે શપથ લીધી હતી તો તેના બીજા જ દિવસે આ નિયમોના ધજાગરા ઉડતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. સુરત મહાનગરપાલિકાની કતારગામ ઝોન ઓફિસમાં […]

શપથ લીધાને બીજા જ દિવસે સુરત મનપાના કર્મચારીઓએ કર્યો નિયમનો ભંગ, માસ્ક વગર કામ કરતા જોવા મળ્યા
| Edited By: | Updated on: Oct 16, 2020 | 10:31 PM

કોરોનાને હરાવવા માટે હજી તો ગઈકાલે જ સુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોન અને ડિપાર્ટમેન્ટમાં શપથ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કર્મચારીઓએ કોરોનાની ગાઈડલાઈન અનુસરવા માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટનસિંગ જાળવવા સહિત બીજા નિયમો માટે શપથ લીધી હતી તો તેના બીજા જ દિવસે આ નિયમોના ધજાગરા ઉડતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. સુરત મહાનગરપાલિકાની કતારગામ ઝોન ઓફિસમાં કોંગ્રેસના એક કાર્યકર જીજ્ઞેશ મેવાસા દ્વારા આજે અચાનક જ ઝોન ઓફિસમાં ફેસબુક લાઈવ કરીને પોલ ખુલ્લી પાડવામાં આવી હતી. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. કાર્યકરે જે મોબાઈલ વીડિયો ઉતાર્યો છે, તેમાં દેખાઈ રહ્યું છે કે કચેરીમાં બેસેલા પાલિકાના જ કર્મચારીઓ અને અધિકારીઓ માસ્ક પહેરવા બાબતે કેટલા સજાગ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે ઘણા કર્મચારીઓ માસ્ક વગર કામ કરતા કે બેસેલા દેખાઈ રહ્યા છે. એક તરફ સામાન્ય લોકો પાસે પાલિકા 500 અને 1000 રૂપિયાનો દંડ ઉઘરાવે છે તો બીજી તરફ શપથ લીધા બાદ પણ પાલિકા કર્મચારીઓ પોતે જ કેટલા નિયમોનું પાલન કરે છે તે પણ દેખાઈ આવે છે. જો કે વીડિયોમાં મુકેશ ટંડેલ નામના એક કર્મચારીએ પ્રમાણિકતા બતાવીને માસ્ક નહીં પહેરવા માટે જાતે જ 200 રૂપિયાના દંડની રસીદ બનાવી કાઢી હતી પણ જ્યારે સામાન્ય જનતા પાસે કડક ઉઘરાણી કરવામાં આવતી હોય ત્યાં પાલિકાના અધિકારીઓ કે કર્મચારીઓને આટલી છુટ કેમ આપવામાં આવે છે તે સવાલ આ વીડિયો પછી ઉભા થયા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો