VIDEO: વિજય રૂપાણી સરકારનો મોટો નિર્ણય, ધારાસભ્યોના પગારમાં મુકાશે 30 ટકાનો કાપ

વૈશ્વિક મહામારી કોરોનાને લઈને રાજ્ય સરકારે પગાર કાપ સંબંધિત મહત્વનો નિર્ણય કર્યો છે. આગામી એક વર્ષ સુધી નેતાઓના પગારમાં 30 ટકા કાપ મુકવાનો નિર્ણય કરાયો છે. ધારાસભ્યો, પ્રધાનો, વિપક્ષના નેતા અને વિધાનસભાના અધ્યક્ષના મૂળ પગારમાં આગામી એક વર્ષના સમયગાળા માટે ૩૦ ટકા કાપ મુકવાનો અગાઉ નિર્ણય કરવામાં આવ્યો હતો. જેનાથી રાજ્ય સરકારને વર્ષે 6.30 કરોડ […]

VIDEO: વિજય રૂપાણી સરકારનો મોટો નિર્ણય, ધારાસભ્યોના પગારમાં મુકાશે 30 ટકાનો કાપ
| Updated on: Sep 02, 2020 | 3:00 PM

વૈશ્વિક મહામારી કોરોનાને લઈને રાજ્ય સરકારે પગાર કાપ સંબંધિત મહત્વનો નિર્ણય કર્યો છે. આગામી એક વર્ષ સુધી નેતાઓના પગારમાં 30 ટકા કાપ મુકવાનો નિર્ણય કરાયો છે. ધારાસભ્યો, પ્રધાનો, વિપક્ષના નેતા અને વિધાનસભાના અધ્યક્ષના મૂળ પગારમાં આગામી એક વર્ષના સમયગાળા માટે ૩૦ ટકા કાપ મુકવાનો અગાઉ નિર્ણય કરવામાં આવ્યો હતો. જેનાથી રાજ્ય સરકારને વર્ષે 6.30 કરોડ રૂપિયાની બચત થશે. રાજ્ય સરકારે એપ્રિલ માસમાં વટ હુકમ પણ બહાર પાડ્યો હતો. કેબિનેટમાં પણ આ મુદ્દે ચર્ચા થઈ હતી. ધારાસભ્યો સહિત વિપક્ષ નેતાઓ અને અધ્યક્ષે તેમના 30 ટકા પગાર કાપની સહમતી દાખવી છે, જેના કારણે આગમી વિધાનસભા સત્રમાં તેનું વિધેયક બિલ ગૃહમાં રજૂ કરવામાં આવશે અને તેને અમલી બનાવમાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો