
એક મહિના પહેલા સાબરમતી નદીની સફાઈનું મહાઅભિયાન ચલાવવામાં આવ્યું હતું. પરંતુ હાલ સાબરમતી નદીમાં સૌથી વધુ ગંદકી જોવા મળી રહી છે. સાબરમતી નદીના પશ્ચિમના કાંઠે સુભાષબ્રિજથી લઈને દશા માતાના મંદિર સુધી ઠેર-ઠેર કચરાના ઢગલા અને લીલ જામી છે. તો બીજી તરફ ચોમાસામાં ગટર લાઈનથી જ વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવે છે.
આ પણ વાંચો: VIDEO: અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમીધારે વરસાદનુ આગમન
વરસાદ પડે એટલે ગટરના પાણી ટ્રીટ કર્યા વિના જ સીધા નદીમાં છોડી દેવામાં આવે છે. વરસાદની આડમાં ગટર લાઈનમાં કેટલીક કંપનીઓ કેમિકલના પાણી પણ ઠાલવે છે. જે સીધુ જ સાબરમતી નદીના પાણીમાં ભળતા પ્રદૂષણ વધે છે. અમદાવાદમાં વરસાદી પાણીના નિકાલ માટે 950 કિલોમીટરનું સ્ટોર્મ વોટર લાઈન નેટવર્ક છે. પરંતુ વરસાદ પડે એટલે સીધું જ સ્ટોર્મ વોટર લાઈનનું પાણી ગટર લાઈનમાં ઠાલવી દેવાય છે. આ સમયે ગટરના પાણીને ટ્રીટ કરવામાં આવતુ નથી. જેથી નદીમાં ગંદકી વધી જાય છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો