SABARKATHA : રાજસ્થાનમાં પ્રવેશ માટે હવે કોરોના ટેસ્ટ ફરજિયાત, ઝાલોદ બોર્ડર પર આરોગ્ય ટીમ તૈનાત

|

Mar 08, 2021 | 1:30 PM

SABARKATHA : હવે, રાજસ્થાનમાં પ્રવેશ લેવા માટે ફરજિયાત કોરોના ટેસ્ટ કરાવવો પડશે. સંક્રમણ વધતા રાજસ્થાન સરકારે માટે મોટો નિર્ણય લીધો છે.

SABARKATHA : હવે, રાજસ્થાનમાં પ્રવેશ લેવા માટે ફરજિયાત કોરોના ટેસ્ટ કરાવવો પડશે. સંક્રમણ વધતા રાજસ્થાન સરકારે માટે મોટો નિર્ણય લીધો છે. અને હવે ગુજરાતમાંથી રાજસ્થાન જતા નાગરિકોને કોરોના ટેસ્ટ વગર રાજસ્થાનમાં પ્રવેશ નહીં મળે. રાજસ્થાન સરકારે આ માટે ઝાલોદથી રાજસ્થાન બોર્ડર પર આરોગ્ય ટીમ તૈનાત કરી દીધી છે. આ ટીમ દરેક વાહનચાલકોનું સ્ક્રિનિંગ કરશે. અને જો વાહનચાલકમાં કોઇપણ પ્રકારના શંકાસ્પદ લક્ષણો જણાશે તો તેને રાજસ્થાનની હદમાં પ્રવેશ આપવામાં નહીં આવે. તો આ તરફ સાબરકાંઠામાં વિજયનગર નજીક રાણી બોર્ડર પર રાજસ્થાન સરકારે પોલીસ કાફલો ખડકી દીધો છે.બોર્ડર પર રાજસ્થાનમાં પ્રવેશતા તમામ પ્રવાસીઓનો કોરોના રિપોર્ટ ચેક કરવામાં આવી રહ્યો છે.અને જેનો રિપોર્ટ નેગેટિવ હોય તેમને જ રાજસ્થાનમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. ત્યારે જો તમે પણ રાજસ્થાન ફરવા જવાનું વિચારતા હોવ તો પહેલા કોરોના ટેસ્ટ કરાવવો પડશે. નહીં તો છેલ્લી ઘડીએ અટવાઈ જવાની સ્થિતિ સર્જાશે.

 

Published On - 1:29 pm, Mon, 8 March 21

Next Video