નકલી બનીને અસલી ખેલ પાડવા ગયેલા NIA અને DGP કચેરીના પોલીસ કોન્સ્ટેબલ ભરાયા, જાણો

|

Apr 12, 2023 | 10:40 AM

તલોદ પોલીસે નકલી GST અધિકારીઓની ટોળકીના ત્રણ શખ્શોની ઘરપકડ કરતા અસલી પોલીસની ભૂમિકા હોવાનુ બહાર આવ્યુ હતુ. DGP ના પૂર્વ ડ્રાયવર સહિત તલોદ પોલીસે 2 હેડકોન્સ્ટેબલની ધરપકડ કરી છે.

નકલી બનીને અસલી ખેલ પાડવા ગયેલા NIA અને DGP કચેરીના પોલીસ કોન્સ્ટેબલ ભરાયા, જાણો
Talod police arrested 2 police head constables

Follow us on

સાબરકાંઠા જિલ્લાના તલોદ શહેરમાં નકલી GST અધિકારીઓની ટીમ ત્રાટકી હતી. 31 માર્ચે તલોદમાં GST ના દરોડાની વાત બજારમાં ફેલાઈ જતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ દરમિયાન વેપારીને શંકાઓ જતા સ્થાનિક પોલીસને સંપર્ક કર્યો હતો. પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરતા પાંચ શખ્શો સામે ફરીયાદ દાખલ કરી હતી. તલોદ પોલીસે ત્રણ મુખ્ય આરોપીએન ઝડપી લઈને પૂછપરછ રિમાન્ડ દરમિયાન હાથ ધરતા નકલીનુ કાવત્રુ અસલી પોલીસે ઘડ્યુ હોવાનુ સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. તલોદ પોલીસે બે હેડ કોન્સ્ટેબલની ધરપકડ કરી લેતા કોર્ટે 2 દિવસના રિમાન્ડ સોંપ્યા છે.

ટોળકી ના કાવતરાના ભેજાબાજ બંનેમાંથી એક પોલીસ કર્મચારી NIA નો ડ્રાયવર છે, જ્યારે બીજો પોલીસ ભવન ખાતે ફરજ પર છે. ગત 31 માર્ચના દિવસે તલોદના ટાવર ચોક વિસ્તારમાં હોલસેલ વેપારીને ત્યાં દરોડો પડ્યો હતો. GST દરોડાને લઈ બજારમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ટીવી સિરીયલના કલાકારોને પણ ટપી જાય એવો અભિનય કરીને નકલી અધિકારીઓએ રોફ જમાવતી એક્ટીંગ કરી હતી. અંતે દોઢ લાખ રુપિયામાં પતાવટ કરવાનુ કહીને તોડ કરીને આ ટોળકી રફુચક્કર થઈ ગઈ હતી.

2 પોલીસ કર્મીઓના નામ ખૂલ્યા

શરુઆતમાં જ્યારે પોલીસે તપાસ હાથ ધરી તો 3 શખ્શોની ધરપકડ કરી લેવામાં આવી હતી. કોર્ટ દ્વારા એ ત્રણેય આરોપીઓને રિમાન્ડ પર સોંપવામાં આવ્યા હતા. પોલીસે તેમની પૂછપરછ કરતા તેમાં અસલી પોલીસને ભૂમિકા હોવાનો ભેદ ખૂલ્યો હતો. તલોદ પોલીસને ટોળકીના ઝડપાયેલા આરોપીઓએ બતાવ્યુ હતુ કે, તેમને અસલી પોલીસે જ આ ષડયંત્ર ગોઠવી આપ્યુ હતુ. જેના આધારે તેઓએ આ તોડકાંડ કર્યો હતો.

ટીમ ઈન્ડિયાના બે ખેલાડીઓ એકબીજા સાથે કરશે લગ્ન
શિયાળામાં ડ્રાય સ્કિન સહિતની આ 5 સમસ્યાઓથી મળશે છુટકારો, જાણો નુસખો
Video: ડિપ્રેશન કે થાક દૂર કરવાના આ ઉપાયથી તમને મળશે રાહત, જાણી લો
અનુષ્કા શર્માથી ઉંમરમાં નાનો છે વિરાટ કોહલી, જુઓ ફોટો
મુકેશ અંબાણીના આખા દેશમાંથી 80 રિલાયન્સના સ્ટોર્સ થશે બંધ ! જાણો કારણ
શિયાળામાં રોજ ગોળની ચા પીવાથી જાણો શું ફાયદા થાય છે?

જેને લઈ તલોદ પોલીસે બંને પોલીસ કર્મીઓને ઝડપી લઈને તપાસ શરુ કરી છે. બંને પોલીસ કર્મચારીઓની ભૂમિકા મુજબ તેઓએ અમદાવાદમાં એક કોફી બારમાં બેસીને આખોય પ્લાન તૈયાર કર્યો હતો. ત્યાર બાદ ફરીથી આ પ્લાનને અંતિમ રુપ આપવા માટે બેઠક યોજી હતી. જે બેઠકનુ સંચાલન આ પોલીસ કર્મીઓ કરી રહ્યા હતા. અંતમાં જ્યારે તોડ માટે ટોળકી તલોદ પહોંચી તો, બંને પોલીસ કર્મીઓ મજરાની તલોદ ચોકડી પર આવીને મોનીટર કરી રહ્યા હતા.

NIA ની ગાડીનો ડ્રાયવર ઝડપાયો

તલોદ પોલીસે ઝડપેલા બંને પોલીસ કર્મીઓમાં એક કમલેશ સોલંકી NIA ના SP ની સરકારી કારનો ડ્રાયવર હોવાનુ સામે આવ્યુ છે. આ ડ્રાયવર અગાઉ ગુજરાત પોલીસના વડાની સરકારી કારના ચાલક તરીકે ફરજ બજાવતો હતો. જોકે બાદમાં બદલી થી તે NIA ની કચેરીમાં ડ્રાયવર તરીકે પહોંચ્યો હતો. કમલેશ સાથે ઝડપાયેલો બીજો આરોપી અતુલદાન ગઢવી DGP કચેરી ગાંધીનગર ખાતે બ્યૂગલર તરીકે ફરજ બજાવે છે. બંને કર્મચારીઓ મૂળ SRPની ભરતીના પોલીસ કર્મીઓ છે જેમાંનો એક મંડાણા ગ્રુપનો હોવાનો ખૂલ્યુ છે. તલોદ પોલીસે બંને પોલીસ કોન્સ્ટેબલને ઝડપી લઈને હવે 2 દિવસના રિમાન્ડ દરમિયાનની કાર્યવાહી શરુ કરી છે.

ઝડપાયેલા પોલીસ કર્મી

  1. કમલેશ મુળાભાઈ સોલંકી, રહે. વિસાવદર જિ. જૂનાગઢ. હાલ ગાંધીનગર (ફરજ- NIA ના SP ની સરકારી કારનો ચાલક, અગાઉ DGP ની કારનો ચાલક)
  2. અતુલદાન ભગવતસિંહ ગઢવી. રહે પેડાગરા-માલણ તા.પાલનપુર જિ. બનાસકાંઠા (ફરજ-બ્યૂગલર  DGP કચેરી ગાંધીનગર ખાતે)

 

અગાઉ ધરપકડ કરાયેલા આરોપી

  1. નેહલ શૈલેષ પટેલ, ખેડા
  2. ચંદ્રકાન્ત નરેન્દ્રભાઈ મેવાડા, વસ્ત્રાલ, અમદાવાદ
  3. દિનેશ મેસરીયા, તલોદ. જિ સાબરકાંઠા

 

 

Next Article