સાબરકાંઠા (Sabarkantha) જિલ્લામાં આજે ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) ની સ્પર્ધાત્મક પરીક્ષા લોખંડી સુરક્ષા બંદોબસ્ત વચ્ચે યોજાઈ હતી. બિન સચિવાલય કલાર્ક અને વર્ગ 3ની પરીક્ષા યોજાઈ હતી. જેને લઈને ચુસ્ત આયોજન કરવામાં આવ્યુ હતુ. આ માટે ઉચ્ચ અધિકારીઓ પણ પરીક્ષા સંચાલનની દેખરેખ માટે રાજ્ય કક્ષાએથી જિલ્લામાં ફાળવાયા હતા. પરીક્ષા દરમિયાન લોખંડી સુરક્ષા પુરી પાડી રહેલ સાબરકાંઠા (Sabarkantha Police) પોલીસની માનવતાના દર્શન પણ થયા હતા. અનેક ઠેકાણે પોલીસ પરીક્ષાર્થીઓની મદદ કરતી નજર આવી રહી હતી. તો દિવ્યાંગ પરીક્ષાર્થીઓને પણ પોલીસે માનવતાના ધોરણે પોતાના વાહન મારફતે પરીક્ષા કેન્દ્રના ખંડ સુધી પહોંચતા કર્યા હતા.
હિંમતનગર શહેરમાં પણ આવુ જ દૃશ્ય જોવા મળ્યુ હતુ. શહેરના બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ એવી જોષી અને તેમની ટીમ પરીક્ષા કેન્દ્રો પર નજર રાખી રહી હતી એ દરમિયાન તેમની નજરે એક દિવ્યાંગ આવ્યો હતો. શહેરના ટાવરચોક વિસ્તારમાંથી પસાર થતા આ દિવ્યાંગના હાથમાં પરીક્ષાનુ સાહિત્ય હોવાનુ નજર આવતા જ તેમને પરીક્ષાર્થી હોવાનુ જણાયુ હતુ. જેથી તેઓએ તુરતજ દિવ્યાંગને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચતો કરવા માટે વ્યવસ્થા હાથ ધરી હતી.
ગરમીમાં રસ્તો ધખધખી રહ્યો છે અને એવામાં બંને હાથના ટેકા વડે બંને પગ થી દિવ્યાંગ પરીક્ષાર્થી પરીક્ષા આપવા આશાઓ સાથે જઈ રહ્યો હતો. આ જોઈને પીએસઆઈ જોષી અને તેમના સ્ટાફે તેને વર્ગખંડ સુધી યોગ્ય રીતે પહોંચાડવા માટે તજવીજ હાથ ધરી હતી. એક મોપેડ પોલીસ કર્મીનુ મંગાવીને તુરત દિવ્યાંગ પરીક્ષાર્થીને તેની પર બેસાડી હિંમત હાઇસ્કૂલમાં આવેલ પરીક્ષા કેન્દ્રના વર્ગખંડમાં તેને પોલીસ કર્મીઓએ પહોંચતો કરી તેના ખંડમાં બેસાડ્યો હતો. સાથે જ તેને પરીક્ષા પહેલા માનસીક શાંતી મળી રહે એ માટે પાણીની વ્યસ્થા કરવા ઉપરાંત તેની આશા અને ઉત્સાહને વધારતી પ્રેરણા આપતી શાબાશી પણ પોલીસ જવાનો અને અધિકારીએ આપ્યા હતા.
આજરોજ પરિક્ષા દિવ્યાંગ પરીક્ષા ઉમેદવાર ને પરીક્ષા કેંદ્ર ના પરીક્ષા ખંડ સુધી પહોચવામાં મદદ કરી ફરજ ની સાથે માનવસેવા કરતી #સાબરકાંઠા પોલીસ. @sanghaviharsh @AKRAKESHIAS1 @dgpgujarat @GujaratPolice #SabarkanthaPolice #Exam #HelpingHand pic.twitter.com/jifoQnE5B4
— Sabarkantha Police (@SPSabarkantha) April 24, 2022
સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર અને ઇડર ઝોન ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા લેવામાં આવી છે. જિલ્લામાં ૧૩૨ કેન્દ્રો પર ૧૫૩૬ બ્લોકમાં પરીક્ષાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ માટે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સીસીટીવી કેમેરાની વ્યસ્થા ગોઠવવામાં આવી હતી. સાબરકાંઠા જિલ્લામાં ૪૬૦૭૦ ઉમેદવાર પરીક્ષા આપનાર હતા. હિંમતનગર ઝોન માં ૭૦ કેન્દ્રો પર ૮૦૫ બ્લોકમા ૨૪૧૫૦ ઉમેદવારો અને ઇડર ઝોનમાં ૬૨ કેન્દ્રો પર ૭૩૧ બ્લોક માં ૨૧૯૨૦ ઉમેદવારો પરીક્ષા આપનાર હતા.
Published On - 1:38 pm, Sun, 24 April 22