Sabarkantha: પૈસાનો વરસાદ અને અજબ-ગજબના ચશ્માની લાલચ દર્શાવી ઠગાઇ આચરતી ટોળકી ઝડપાઈ, 5 આરોપીઓ ઝડપાયા

|

Apr 24, 2022 | 12:37 PM

હિંમતનગર (Himmatnagar) અને ઇડર (Idar) વિસ્તારના બે લોકો સાથે છેતરપિંડી આચરી હોવાનુ પોલીસની પૂછપરછમાં ખૂલ્યુ, પાંચેય આરોપીઓની ધરપકડ કરી તપાસ હાથ ધરી

Sabarkantha: પૈસાનો વરસાદ અને અજબ-ગજબના ચશ્માની લાલચ દર્શાવી ઠગાઇ આચરતી ટોળકી ઝડપાઈ, 5 આરોપીઓ ઝડપાયા
Sabarkantha: પોલીસે બે ગુન્હા નોંધી તપાસ હાથ ધરી

Follow us on

સાબરકાંઠા (Sabarkantha) જિલ્લામાં ક્રાઈમ રેટને નિયંત્રણમાં લેવા માટે પોલીસે હવે લાલ આંખ કરી દીધી છે. એક બાદ એક આરોપીઓને ઝડપી લેવાનુ અભિયાન શરુ કર્યુ છે, આ દરમિયાન જિલ્લા પોલીસ (Sabarkantha Police) ને મોટી સફળતા હાથ લાગી હતી. એક ઠગ ટોળકી એક ડબલ અને અજબ ગજબના ચશ્મા તેમજ પૈસાનો વરસાદ વરસાવવાની લાલચ આપીને છેતરપિંડી આચરતી ઝડપાઈ છે. સાબરકાંઠા (SP Sabarkantha) પોલીસને બાતમી મળતા ટોળકીના 5 સભ્યોને ઝડપી લીધા છે. તેમની પાસેથી ચશ્મા અને રોકડ રકમ મળી આવી હતી.

સાબરકાંઠા એસપી વિશાલકુમાર વાઘેલાની આ અંગેની જાણકારી મળી હતી અને જેને લઈ તેઓએ સાબરકાંઠાની પોલીસ ટીમોને એલર્ટ કરી હતી. એસપીની સૂચનાને લઈ પોલીસે બાતમીના આધારે શહેરના ધાણધા ફાટક વિસ્તારમાં વોચ રાખવી શરુ કરી હતી. આ દરમિયાન હિંમતનગર શહેરમાં પેટ્રોલીંગ કરી રહેલ એલસીબીની ટીમને બાતમી મુજબી ટોળકી કારમાં નજર આવી હતી. પોલીસ ટીમે બાતમી મુજબની કારમાંથી પાંચેય શખ્શો મળી આવ્યા હતા અને કારની ઝડતી લેતા કારમાંથી અજબ-ગજબ કહેવાતા ચશ્મા એક બોક્સમાંથી મળી આવ્યા હતા. તેમજ પૈસાનો વરસાદ કરવા માટેની રોકડ રકમ દોઢ લાખ જેટલી કારમાંથી મળી આવી હતી.

હિંમતનગર અને ઈડરમાં છેતરપિંડી આચર્યાની ફરિયાદ

પાંચેય આરોપીઓને કાર સાથે એલસીબી કચેરી ખાતે લઈ જઈને આકરી પૂછપરછ હાથ ધરતા પોલીસ સમક્ષ વિગતો કબૂલી હતી. અજબ-ગજબના ચશ્મા ઈરેડિયમ ધાતુમાંથી બનાવેલા અને તે ગોલ્ડન કલરની ફ્રેમના આકર્ષક હતા. જેનો ઉપયોગ મોંઘા સાયન્ટીફીક રિસર્ચમાં થતો હોઈ તેમજ ભારત અને દેશ વિદેશમાં તેની ખૂબ માંગ હોવાનુ લોકોને જણાવીને ફસાવતા હતા. તેઓએ સાબરકાંઠાના ઇડર અને હિંમતનગર શહેરમાં પણ આ ચશ્મા આધારે એક વ્યક્તિની છેતરપીંડ આચરી હોવાનુ કબુલ્યુ હતુ. જે બંને ગુન્હાઓને જેતે પોલીસ મથકે નોંધવાની કાર્યવાહી કરવામાં આવી હતી. જે અગાઉ ભોગબનનાર આબરુના ડર થી ફરીયાદ કરવાથી દૂર રહ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ

ઝડપાયેલ આરોપી

1. સલીમભાઇ સત્તારભાઇ મનસુરી, અમનપાર્ક સોસાયટી, ઇડર, સાબરકાંઠા
2. રફીકભાઈ હસનભાઈ મનસુરી, મુપો બડોલી, ઇડર, સાબરકાંઠા
3. સિકંદરમીયાં સયદુમીયા મકરાણી, પાંચ હાટડીયા, ઇડર, સાબરકાંઠા
4. નરવરસિંહ માંગુસિંહ સોલંકી, સરદારપુર, જિ. ધાર, મધ્યપ્રદેશ
5. નીધરાજ ધનરાજ મીણા, વિકાસનગર, ખેરવાડા. જિ. ઉદયપુર, રાજસ્થાન

 

આ પણ વાંચો : IPL 2022: દિલ્હી કેપિટલ્સ પર વિંઝાયો સજાનો કોરડો, ઋષભ પંત સહિત ત્રણને દંડ ફટકાર્યો, કોચ પર એક મેચનો પ્રતિબંધ

આ પણ વાંચો : IPL 2022: કમર થી ઉપર ફુલટોસ નો બોલને લઈને શુ કહે છે નિયમ, ત્રીજા અંપાયરની શુ હોય છે ભૂમિકા? જાણો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

 

Published On - 9:24 pm, Sat, 23 April 22

Next Article