Sabarkantha: હિંમતનગર શહેરમાં નવો ટીપી રોડ બનશે, SOG એ 2.38 કીગ્રા માદક પદાર્થ સાથે આધેડ ઝડપ્યો

|

Apr 29, 2022 | 11:37 AM

Sabarkantha News Round Up: હિંમતનગરમાં કેટલાક સર્કલનુ બ્યુટીફિકેશનનુ કામ હાથ ધરાશે, ઈડરના નવા ગામની સેવા સહકારી મંડળીના સેક્રેટરી અને ક્લાર્કે ઉચાપત આચરી

Sabarkantha: હિંમતનગર શહેરમાં નવો ટીપી રોડ બનશે, SOG એ 2.38 કીગ્રા માદક પદાર્થ સાથે આધેડ ઝડપ્યો
Sabarkantha જિલ્લાના સમાચાર

Follow us on

સાબરકાંઠા (Sabarkantha) જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર શહેરને સુંદર બનાવવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે. શહેરમાં અગાઉ કેનાલ ફ્રન્ટ બન્યા બાદ સુંદરતામાં કરાયેલા વધારા બાદ હવે ફરી એકવાર આ દિશામાં જ વિચાર કરવામાં આવી રહ્યો છે. શહેરમાં હવે વધુ એક ટીપી રોડ (TP Road Himmatnagar) બનાવવા ઉપરાંત શહેરના કેટલાક ચાર રસ્તાઓને સુંદર બનાવવામાં આવશે. શહેરમાં આવેલ પાંચ બત્તી વિસ્તાર, ટાવર ચોક અને સિવિલ સર્કલ સહિતના વિસ્તારને ડેવલપમેન્ટ કરવામાં આવશે. નગર પાલિકા (Himmatnagar Nagar Palika) ની સામાન્ય સભામાં આ અંગેનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

સામાન્ય સભા દરમિયાન ટીપી રોડની કામગીરી અધૂરી રાખનાર એલજી ચૌધરી એજન્સીને બ્લેકલીસ્ટ કરવામાં આવી છે. તેની ડિપોઝીટની રકમ પણ પાલિકાએ પરત નહીં કરવાની દીશામાં પણ પગલા ભરવાની કાર્યવાહી કરશે. પાલીકા અધ્યક્ષ યતિનબેન મોદીના અધ્યક્ષ સ્થાને મળેલી સામાન્ય સભામાં આ અંગેના નિર્ણય લેવામાં આવ્યા હતા. શહેરમાં હરસિદ્ધ સોસાયટી વિસ્તારમાં ટીપી રોડ નિર્માણ કરવાામાં આવનાર છે. આ માટે રુપિયા 68.36 લાખ મંજૂર કરવામાં આવ્યા છે.

SOG એ પ્રાંતિજના સેજવિકપુરામાંથી ગાંજા સાથે એકની ધરપકડ કરી

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સેજવિકપુરા ગામમાં મકાનમાંથી સવા બે કિલો ગાંજા સાથે એક આધેડ ઝડપાયો છે. એસઓજીની ટીમને બાતમી મળવાને લઈને આ અંગે તપાસ હાથ ધરતા બાતમી મુજબ રણજિતસિંહ બાલુસિંહ રાઠોડના ઘરમાંથી ગાંજાનો ઝથ્થો મળી આવ્યો હતો. પોલીસને 2.38 કિલોગ્રામ જેટલો માદક પદાર્થ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. એસઓજી પીઆઇ પીએલ વાઘેલા અને તેમની ટીમે આધેડને ઝડપી લઈને તેની વિરુદ્ધ પ્રાંતિજ પોલીસ મથકે એનડીપીએસ એક્ટ હેઠળ ફરીયાદ નોંધીને તપાસ હાથ ધરી હતી.

Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ

ઇડરના નવા ગામની સહકારી મંડળીના કર્મચારીઓ ઉચાપત આચરતા પોલીસ ફરીયાદ

જિલ્લાના ઈડર તાલુકામાં આવેલ નવાગામ સેવા સહકારી મંડળીના સેક્રેટરી અને બે ક્લાર્કે 9.60 લાખ રુપિયાની ઉચાપત આચરી હોવાનુ સામે આવ્યુ છે. વર્ષ 2018 થી વર્ષ 2021 ના દરમિયાન બંનેએ ઉચાપત આચરી હોવાનુ ઓડીટ દરમિયાન ખુલ્યુ હતુ. ઓડીટમાં ત્રણેય કર્મચારીઓએ રોકડ અને માલ સ્ટોકને વગે કરીને ઉચાપત કરી હોવાનુ ઓડીટમાં જણાઈ આવ્યુ હતુ. જેને લઈને તે ત્રણેય વિરુદ્ધમાં ઈડર પોલીસ મથકે ઉચાપતની ફરીયાદ સેવા સહકારી મંડળીના ચેરમેન દ્વારા નોંધાવવામાં આવી હતી. ઈડર પોલીસે (1) સેક્રેટરી રાકેશ રામાભાઈ પ્રજાપતિ રહે. લાલપુર તા. ઈડર (2) પંકજ શામળભાઈ ઠાકરડા રહે નવા રેવાસ તા. ઈડર અને (3) મેહુલ નાથાભાઈ ઠાકરડાની ધરપકડ કરવા માટેની કાર્યવાહી શરુ કરી છે.

આ પણ વાંચો : IPL 2022 Points Table: દિલ્હીને જીતના 2 પોઈન્ટ થી મળ્યો ફાયદો, કોલકાતાની સતત પાંચ વારની હારથી સ્થિતી કથળી

આ પણ વાંચો : IPL 2022: કાશ્મિર એક્સપ્રેસની કહાની છે કંઇક આવી, બીજાના શૂઝ પહેરી ટ્રાયલ આપ્યો હવે બેટ્સમેનના પગ થથરાવે છે, હેવ ટીમ ઈન્ડીયામાં મળી શકે છે મોકો!

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

 

 

Published On - 11:19 am, Fri, 29 April 22

Next Article