સાબરકાંઠાના આ ગામે અનોખુ ઉદાહરણ પુરુ પાડ્યુ, વિસ્તારને નિયમિત ચોખ્ખો રાખતા સફાઈ કર્મીઓના પગ ધોઈ સ્વચ્છ કર્યા

|

Jun 26, 2022 | 4:07 PM

જે લોકો ગામને ચોખ્ખુ ચણક રાખે છે, તેમનુ શરીર પણ સ્વચ્છ અને સ્વસ્થ રહેવુ જોઈએ એ પણ ગામના લોકોની માનવીય ફરજ છે. આવા જ હેતુસર ગામના આગેવાનોએ ધાર્મિક કાર્યક્રમ દરમિયાન વિચાર રજૂ કર્યો હતો.

સાબરકાંઠાના આ ગામે અનોખુ ઉદાહરણ પુરુ પાડ્યુ, વિસ્તારને નિયમિત ચોખ્ખો રાખતા સફાઈ કર્મીઓના પગ ધોઈ સ્વચ્છ કર્યા
Sabarkantha: વડાલી તાલુકામાં કરાયુ હતુ આયોજન

Follow us on

સાબરકાંઠા (Sabarkantha) ના વડાલી (Vadali) ગામમાં સમાનતાને માટેનુ અનોખુ ઉદાહરણ ગ્રામજનોએ પુરુ પાડ્યુ છે. ગામના આગેવાનોની ઉપસ્થિતિમાં ગ્રામજનોએ પોતાના જ ગામના સફાઈ કર્મીઓને સાથે ઉદાહરણીય વ્યવહાર કર્યો છે. વડાલી ધામડી ગામના સ્થાનિક આગેવાનોએ ગામના સફાઇ કર્મીઓને માન-સન્માન મળે તે હેતુથી વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં વિસ્તારના સફાઈ કામદારો કે જે ગામ અને વિસ્તારને સ્વચ્છ રાખે છે, તેમના પગ ધોઈને સ્વચ્છ કરી માન સન્માન કર્યુ હતુ.

એક તરફ રોજ બરોજ ક્યાંકને ક્યાંક જાતી અને ધર્મને લઈને ભેદભાવની રેખાં તાણવાના કિસ્સા સામે આવતા હોય છે. કોઈ ભેદભાવને નિયમ રુપે રજૂ કરીને શાંતિને માટે જોખમ કરીને સમય અને શક્તિ વેડફે છે, તો કોઈ નિશ્વિત ફરજની વાત મૂકીને આમ કરે છે. પરંતુ તેની સામે સમાજમાં મોટાભાગનો વર્ગ માનવતા અને એકબીજાથી હળી મળીને રહેવાનુ પસંદ કરે છે. આવા પણ દાખલા રોજબરોજ સામે આવતા હોય છે. પરંતુ નકારાત્મક બાબતો જ મોટે ભાગે ચર્ચામાં વધુ રહેતી હોય છે. સાબરકાંઠાના વડાલી તાલુકામાં આવો જ એક હકારાત્મક તરફ દોરી જતો કાર્યક્રમ જોવા મળ્યો હતો. જેમાં વિસ્તારના સફાઈ કર્મીઓના પગને ગામના આગેવાનો અને ખેડૂતો તેમજ અન્ય લોકોએ ધોયા હતા.

જે લોકો ગામને ચોખ્ખુ ચણક રાખે છે, તેમનુ શરીર પણ સ્વચ્છ અને સ્વસ્થ રહેવુ જોઈએ એ પણ ગામના લોકોની માનવીય ફરજ છે. આવા જ હેતુસર ગામના જયંતિભાઈ પટેલે ધાર્મિક કાર્યક્રમ દરમિયાન વિચાર રજૂ કર્યો હતો. જે વિચાર ગામના મોટા ભાગના આગેવાનો દ્વારા રજૂ થયો હતો. જેને સૌએ અવસર રુપ અપનાવવા માટેનુ આયોજન ગામના લોકોએ કર્યુ હતુ.

ઘરના બાથરુમમાં આ વસ્તુ રાખવાથી થઈ શકે છે સ્વાસ્થ્ય હાનિ
આજનું રાશિફળ તારીખ : 28-11-2024
કૃતિકા સાથે રોમેન્ટિક બન્યો અરમાન મલિક, તસવીરો થઈ વાયરલ
Rules For Toilet : રોજ ટોયલેટ જાઓ છો, પરંતુ નહીં જાણતા હોવ શૌચાલયના આ 10 શિષ્ટાચાર
Arjuna Bark Benefits : અર્જુનની છાલના હાર્ટ પેશન્ટ માટે 5 ચમત્કારિક ફાયદા જાણી ચોંકી જશો
બિગ બોસ 18માં ધમાલ મચાવી રહ્યો છે રજત દલાલ , જુઓ ફોટો

સ્વચ્છ શરીર અને સ્વસ્થ શરીરની ફરજ

ધામડી અને આસપાસના ગામડાઓના વૃદ્ધો દ્વારા દર રવિવારે સત્સંગ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવે છે. આ દરમિયાન 26 જૂને 200 વૃદ્ધ દંપતિઓનુ સન્માન કરવામાં આવ્યુ હતુ. સાથે જ વિસ્તારના સફાઈ કામદારોને ઉપસ્થિત રાખવામાં આવ્યા હતા. તેમના ચરણોને સ્થાનિક આગેવાનો કે જે દરેક સમાજમાંથી આવતા હોય તેઓના દ્વારા ધોવામાં આવ્યા હતા. તમામ સમાજના લોકોએ સફાઈ કર્મીઓના પગ ધોઈને સ્વચ્છ કર્યા હતા. આમ સ્વચ્છ શરીર અને સ્વસ્થ શરીરની ફરજ જાળવવાની ભાવના દર્શાવી હતી. સફાઈ કર્મીઓ પણ ગામના લોકોની ભાવના અને લાગણીઓને જોઈને ગદગદીત થઈ ગયા હતા.

સંસ્કાર સિંચન વડે ગામનુ વાતાવરણ હકારાત્મક બનાવ્યુ

ગામમાં સત્સંગ દ્વારા દરેક બાળકો અને યુવાનોને પણ સંસ્કારનુ સિંચન કરવામાં આવે છે. બાળકોને પોતાના માતાપિતાના ચરણ નિયમિત સ્પર્શ કરી વંદન કરવાનો નિત્યક્રમ બનાવવો. તેમજ માતા પિતા હયાત ના હોય તો ફોટા સમક્ષ વંદન કરવા જેવા સંસ્કાર સિંચવામાં આવ્યા છે. સાથે જ ગામના તમામ લોકો સાથે માનવીય અને સમાનતાનો ભાવ રાખવાનુ પણ શિખવ્યુ છે અને જે ગામમાં આવતા જ લોકોના વિચાર અને સંસ્કાર જોઈને અલગ જ વાતાવરણ જોવા મળે છે. જે માટે સ્થાનિક વડીલો અને આગેવાનોએ સફળ પ્રયાસ કર્યો છે.

Published On - 4:04 pm, Sun, 26 June 22

Next Article