ઉત્તર ગુજરાતમાં ધાડ, લૂંટ અને ચોરીઓ આચરતી બિજુડા ગેંગ ઝડપાઈ, સાબરકાંઠા LCBને મળી મોટી સફળતા

|

Dec 26, 2023 | 9:24 PM

સાબરકાંઠા LCB એ ઇડરમાં રાત્રી ચેકિંગ દરમિયાન રાજસ્થાનની બીજુડા ગેંગના મુખ્ય સુત્રધાર સહીત ચાર જણાને ઝડપીને તેમના પાસેથી રૂ 7.65 લાખનો મુદ્દામાલ રીકવર કર્યો હતો. ફરાર ચાર આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરી છે. ઝડપાયેલા શખ્સો સાબરકાંઠા, ગાંધીનગર અને મહેસાણા જીલ્લામાં 11 ધાડ, લુંટ, ઘરફોડ, મોટર સાઈકલ ચોરી કરતા હતા. LCB એ ઇડર અને વિજયનગર પોલીસને આરોપીઓ સોપ્યા હતા.

ઉત્તર ગુજરાતમાં ધાડ, લૂંટ અને ચોરીઓ આચરતી બિજુડા ગેંગ ઝડપાઈ, સાબરકાંઠા LCBને મળી મોટી સફળતા
LCBને મળી મોટી સફળતા

Follow us on

સાબરકાંઠા જીલ્લામાં બે મહિના પહેલા વિજયનગરના રાજપુરમાં બે મકાનમાં ઘરફોડ અને થોડા દિવસ પહેલા ઇડરમાં બે અલગ અલગ સ્થળ પર લુંટ અને ધાડના બનાવો બન્યા હતા. જેને લઈને સાબરકાંઠા LCBએ ગુનાઓને ઉકેલવા માટે તપાસ હાથ ધરી હતી અને સ્થળ વિજીટ, સીસીટીવી ફૂટેજ તપાસણી, ટેકનિકલ સર્વેલન્સ, ખાનગી બાતમીદારોની બાતમીને લઈને તપાસ હાથ ધરી હતી.

રાત્રી દરમિયાન સાબરકાંઠા LCB PSI ડી.સી. પરમાર સાથે સ્ટાફ ઇડર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન મળેલ બાતમી આધારે ભિલોડા થી ઇડર તરફ આવતા મોહનપુર રેલવે ફાટક પાસેથી બે બાઈકો પર આવતા રાજસ્થાનની બીજુડા ગેંગના મુખ્ય સુત્રધાર સહીત ચાર જણાને ઝડપી લઈને આગળની તપાસ કરતા તેમની પાસેથી લોખંડનો સળીયો સહીત વિવિધ સાધનોને મળી આવ્યા હતા. LCB PI એજી રાઠોડ અને PSI પરમારની ટીમે વધુ ચાર આરોપીઓને ઝડપી લેવા માટે તજવીજ હાથ ધરી છે.

4 આરોપી ઝડપાયા

બીજુડા ગેંગના મુખ્ય સુત્રધાર સહીત 19 થી 29 વર્ષની વયના ચાર આરોપીઓને ઝડપી લઈને પૂછપરછ કરતા ગુનાને કેવી રીતે અંજામ આપતા હતા તે અંગેની પૂછપરછ કરવામાં આવી હતી. અલગ અલગ ટુ વ્હીલર વાહનો ઉપર આવીને રોડ પર એકલા જતા મોટર સાઈકલ ચાલકને રોકી તેમના પાસેની મોટર સાઈકલ, જે કોઈ સામાન હોય તે લુંટી લેવાનો, તો કોઈ મોટર સાઈકલ મળે તો તે ચોરી કરતા હોવાનું કબુલ્યું હતું.

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

SP વિજય પટેલે મીડિયાને બતાવ્યુ હતુ કે, સાબરકાંઠા, ગાંધીનગર અને મહેસાણા જીલ્લામાં 11 ગુનાઓ આચાર્યની કબુલાત કરી છે. જેમાં સાબરકાંઠાના વિજયનગર પોલીસ સ્ટેશનમાં ચોરીના બે ગુના, ઇડર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે અલગ અલગ ધાડ અને લુંટના બે ગુના, એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં બે ચોરીના ગુના, ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ચોરીનો એક ગુનો, ગાંધીનગરના કલોલમાં ત્રણ ચોરીના ગુના અને મહેસાણામાં પોલીસ સ્ટેશમાં એક ચોરીનો ગુનો આચર્યો હતો.

LCB એ બીજુડા ગેંગના મુખ્ય સુત્રધાર સહીત ચાર આરોપીઓ પાસેથી 11 ગુનાનો કબુલાત સામે રોકડા રૂ 450, મોબાઈલ નંગ 3 રૂ 15000, ટુ વ્હીલર વાહન 2 રૂ 45000, અલગ અલગ સોનાના દાગીના તથા સોનાની રણી 1 રૂ.6 લાખ 29 હજાર 423, રિક્ષા એક રૂ 75 હજાર, અન્ય સાધનો સળીયો, ત્રિકમ અને ચીજવસ્તુઓ મળી રૂ 7 લાખ 65 હજાર 623 નો મુદ્દામાલ રીકવર કર્યો હતો.

પકડાયેલા આરોપી

  1. ભગવાન S/O બેચર કાવા (મીણા) (ઉવ.29,રહે બીજુડા (બીજુડાફળો) સિશોદ, તા. વીંછીવાડા, જી. ડુંગરપુર. રાજસ્થાન)
  2. પપ્પુ ઉર્ફે ભુપેન્દ્ર કાઉઆ કાવા ડુહા (મીણા)(ઉવ.18, રહે. રહે બીજુડા (બીજુડા ફળો) સિશોદ, તા. વીંછીવાડા, જી. ડુંગરપુર. રાજસ્થાન)
  3. પ્રદીપ હરીશ કકુઆ સડાત (મીણા) (ઉવ.19. રહે બીજુડા (બીજુડા ફળો) સિશોદ, તા. વીંછીવાડા, જી. ડુંગરપુર. રાજસ્થાન)
  4. વિનોદ ધુલેશ્વર ઉર્ફે ધનેશ્વર લખમા મનાત (ઉવ. 22 રહે દેવલ વેડાફલા, તા. દેવલ (વીંછીવાડા) જી. ડુંગરપુર રાજસ્થાન)

પકડવાના બાકી આરોપી

  1. ગણેશ બચુ ડુહા (રહે બીજુડા ફલો સીશોદ તા. વીંછીવાડા, જી. ડુંગરપુર. રાજસ્થાન)
  2. જીતેન્દ્ર ઉર્ફે લાલો ઉર્ફે કાળીયો મોગજી ડામોર (રહે ધામોદ, તા. વીંછીવાડા, જી. ડુંગરપુર. રાજસ્થાન)
  3. હરીશ S/O રામલાલ મનાત (રહે દેવલ, તા. વીંછીવાડા, જી. ડુંગરપુર. રાજસ્થાન)
  4. હાજારામ ઉર્ફે ડોન અર્જુનલાલ મીણા (રહે લરાઠી, તા. ખેરવાડા, જી. ઉદેપુર, રાજસ્થાન)

આ પણ વાંચોઃ  ગુજરાત નજીકના સુંદર ટાપુ પર રમાશે બીચ ગેમ્સ 2024, પ્રથમ વાર ભારતમાં આયોજન

સાબરકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:13 pm, Tue, 26 December 23

Next Article