સાબરકાંઠા ખરીદ વેચાણ સંઘની ચુંટણી લડવાનો મોહ જિલ્લા પંચાયતના ચેરમેનને ભાર પડ્યો! BJP એ સસ્પેન્ડ કર્યા

|

Mar 03, 2023 | 11:23 AM

ભાજપ દ્વારા મેન્ડેટ આપવા છતાં તેનો અનાદર કરીને સાબરકાંઠા ખરીદ વેચાણ સંઘની ચુંટણીમાં તલોદના બાબુભાઈ પટેલ અને વડાલીના કાન્તિભાઈ પટેલે ઉમેદવારી કરી હતી.

સાબરકાંઠા ખરીદ વેચાણ સંઘની ચુંટણી લડવાનો મોહ જિલ્લા પંચાયતના ચેરમેનને ભાર પડ્યો! BJP એ સસ્પેન્ડ કર્યા
BJP દ્વારા આકરી કાર્યવાહી

Follow us on

સાબરકાંઠા ખરીદ વેચાણ સંઘની ચુંટણી દરમિયાન ભાજપના મેન્ડેટનો અનાદર કરવાને લઈ 2 પદાધીકારીઓને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ભાજપે કાન્તિભાઈ પટેલ અને બાબુભાઈ પટેલ એમ બે પદાદિકારીઓને ભાજપમાંથી બહાર કરી દીધા છે. કાન્તિભાઈ પટેલ જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન પદને સંભાળી રહ્યા છે. ભાજપ દ્વારા સહકારી સંસ્થાઓની ચુંટણીઓમાં મેન્ડેટની પ્રથાની શરુઆત કરવામાં આવી છે. સાબરકાંઠા ખરીદ વેચાણ સંઘની ચુંટણી થનારી હોવાને લઈ આ માટે ભાજપે મેન્ડેટ ઉમેદવારોને લઈ આપ્યા હતા.

આગામી 5 માર્ચે સાબરકાંઠા ખરીદ વેચાણ સંઘની ચુંટણી યોજાનારી છે. ડિરેક્ટર પદ માટેની ચુંટણીને લઈ હાલમાં માહોલ ગરમાવા ભર્યો છે. અત્યાર સુધીમાં પ્રથમવાર સંધની ચુંટણીને લઈ માહોલ રસાકસી જેવો બન્યો છે. જેમાં કેટલાક રાજકીય આગેવાનોએ પણ ઝૂકાવ્યુ છે. જોકે આ પદ પર ચુંટાઈ આવવાના મોહમાં 2 ઉમદવારોએ ભાજપના મેન્ડેટની પણ ઐસીતૈસી કરી હતી. જોકે આકરા પાણીએ રહેલ ભાજપે પણ તેમને સીધો જ બહારનો રસ્તો દેખાડ્યો છે.

જિલ્લા પંચાયતના ચેરમેનને ભાજપે સસ્પેન્ડ કર્યા

સાબરકાંઠા જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન કાન્તિભાઈ મંછાભાઈ પટેલને ભાજપ પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેઓને સાબરકાંઠા ખરીદ વેચાણ સંઘની ચૂંટણી માટે મેન્ડેટ નહોતુ અપાયુ આમ છતાં તેઓએ પોતાની ઉમેદવારી ચાલી રાખી હતી. જેને લઈ ભાજપે તેમને પક્ષમાંથી બહારનો રસ્તો દેખાડવાનો નિર્ણય કર્યો હતો. આ માટે પત્ર લખીને તેમને સસ્પેન્ડ કર્યાની જાણ કરી હતી.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

કાન્તિભાઈ મહત્વના હોદ્દા પર જિલ્લા પંચાયતમાં બિરાજતા હોવા છતાં તેમનો ખરીદ વેચાણ સંઘમાં ચુંટણી લડવાનો મોહ છૂટ્યો નહોતો. જેને લઈ તેઓએ આખરે ભાજપથી બહાર થવુ પડ્યુ છે. હવે જિલ્લા પંચાયતનુ ચેરપદ પણ ગુમાવવુ પડશે. આમ ડિરેક્ટર બનવાની લહાયમાં મહત્વનો હોદ્દો ગુમાવવો પડી શકે છે. કાન્તિભાઈ મહોર જિલ્લા પંચાયત બેઠક પરથી ચુંટાઈને જિલ્લા પંચાયતના સભ્ય બન્યા હતા અને તેમને ચેરમેન પદ મળ્યુ હતુ.

તલોદના બાબુબાઈ પટેલ સસ્પેન્ડ

જિલ્લા ભાજપ પ્રમુખ જેડી પટેલે પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલની સૂચના મુજબ બંને ઉમેદાવારોને સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો હતો. જે મુજબ કાન્તિભાઈ પટેલની સાથે તલોદ નગરપાલિકાના પૂર્વ ચેરમેન અને સ્થાનિક સહકારી સંસ્થાઓમાં સ્થાન ધરાવતા બાબુભાઈ પટેલને સસ્પેન્ડ કર્યા હતા. ભાજપે રાકેશ પટેલના નામનુ મેન્ડેટ જાહેર કરવા છતાં બાબુભાઈ પટેલે પોતાની ઉમેદવારી જાહેર કરી હતી. આમ હવે તેઓ ભાજપ પક્ષમાંથી સસ્પેન્ડ થઈ ચુક્યા છે.

 

 

Published On - 11:23 am, Fri, 3 March 23

Next Article