Sabarkantha: હિંમતનગરની નવી સિવિલ હોસ્પિટલમાં ગંદકીના ઢગ, સ્થાનિક યુવાનોએ શરુ કર્યુ અભિયાન, જુઓ Video

|

Sep 03, 2023 | 3:25 PM

સાબરકાંઠા જિલ્લાની વચ્ચે મુખ્ય સિવિલ હોસ્પિટલ હોવા છતાં અહીં ગંદકીના ઢગલા ખડકાયેલા જોવા મળે છે. સિવિલ હોસ્પિટલમાં પ્રતિદિવસ એક થી દોઢ હજાર દર્દીઓ હાલમાં આવી રહ્યા છે. આધુનિક હોસ્પિટલમાં ગંદકીને કારણે ઉલટાનુ દર્દી કે તેના સગા નવા રોગ લઈને જાય એવી ખરાબ સ્થિતિમાં જોવા મળી રહી છે.

Sabarkantha: હિંમતનગરની નવી સિવિલ હોસ્પિટલમાં ગંદકીના ઢગ, સ્થાનિક યુવાનોએ શરુ કર્યુ અભિયાન, જુઓ Video
ગંદકી હટાવી સ્વચ્છ બનાવી

Follow us on

હિંમતનગર શહેરમાં નવી સિવિલ નિર્માણ કરવામાં આવી હતી, પરંતુ તેની સાચવણી અને જાળવણી કરવામાં તંત્ર ઉણું ઉતરી રહ્યુ છે. અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાની વચ્ચે મુખ્ય સિવિલ હોસ્પિટલ હોવા છતાં અહીં ગંદકીના ઢગલા ખડકાયેલા જોવા મળે છે. સિવિલ હોસ્પિટલમાં પ્રતિદિવસ એક થી દોઢ હજાર દર્દીઓ હાલમાં આવી રહ્યા છે. આધુનિક હોસ્પિટલમાં ગંદકીને કારણે ઉલટાનુ દર્દી કે તેના સગા નવા રોગ લઈને જાય એવી ખરાબ સ્થિતિમાં જોવા મળી રહી છે.

આવી સ્થિતિ જોઈને સ્થાનિક યુવાનોએ હોસ્પિટલને સ્વચ્છ કરવા માટે અભિયાન શરુ કર્યુ છે. રવિવારે દોઢસો કરતા વધારે યુવાનોએ સિવિલમાં પહોંચીને સફાઈ માટે શ્રમદાન કર્યુ હતુ. યુવાનોની સાથે મોટેરાઓ પણ જોડાયા હતા, હાથમાં ઝાડુ અને કપડા સહિતની ચિજો લઈ આવીને જાતે જ સાફસફાઈ હાથ ધરવાની શરુ આત કરી હતી.

યુવાનોની મહેનત રંગ લાવશે

જે રીતે યુવાનોએ આ સફાઈ અભિયાન શરુ કર્યુ છે. તેને લઈ હવેએ લોકોમાં જાગૃતિ પ્રેરી છે. આ પ્રકારે યુવાનોએ હાથમાં ઝાડુ લઈને અને વાઈપર લઈ ઘરની જેમ જ સિવિલને સ્વચ્છ બનાવવા માટે પરિશ્રમ કર્યો હતો. વહેલી સવારથી જ સિવિલ બિલ્ડીંગમાં સફાઈ કામ કરવાની શરુઆત કરવામાં આવી હતી. ગ્રાઉન્ડ ફ્લોર પર પાંચ માંડની પાન મસાલાની પિચકારીઓ ઉભરાઈ હતી. ગંદી પિચકારીઓને યુવાનોએ સાફ કરી દઈને સફેદ ટાઈલ્સને ચોખ્ખી ચણક જેવી કરી દીધી હતી.

IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ

યુવાનોએ જે રીતે સાફ સફાઈનુ અભિયાન હાથ ધર્યુ હતુ, એનાથી લાંબા સમય બાદ સિવિલ એકદમ ચોખ્ખી અને કોર્પોરેટ ઓફીસ સમાન લાગવા માંડી હતી. સિવિલમાં દર્દીઓ અને તેમના ખબર અંતર પૂછવા આવનારા સગાઓના ચહેરા પર પણ સિવિલને જોઈને તાજગી જોઈ શકાતી હતી. સિવિલ દરરોજ નિયમિત આવી જ દેખાય એ માટે પ્રયાસ કરવામાં આવે તો યુવાનોએ સ્વખર્ચે આ પ્રકારે અભિયાન કરવામાં સમય બગાડવાને બદલે ગરીબ દર્દીઓને મદદ કરવામાં આ ભાવના અને સમય તેમજ પૈસાને ખર્ચી શકે છે.

યુવાનોના કામને સૌએ વખાણ્યા

જે કામ લાખો રુપિયા ખર્ચીને એજન્સી કે તંત્ર નથી કરી શક્યુ એ કામ એક જ દિવસમાં યુવાનોએ આખીય સિવિલ હોસ્પિટલને સ્વચ્છ કરી દીધી છે. સિવિલમાં એક અલગ જ તાજગી ભર્યો માહોલ સર્જી દીધો છે. જેને લઈ સ્ટાફ પણ યુવાનોને મનોમન બિરદાવી રહ્યો હતો.

એજન્સીના કર્મચારીઓ દેખાતા જ નથી

આ અંગે સ્થાનિક પંચાયતના સરપંચ ધૃપલ પટેલે કહ્યુ હતુ કે, તેઓ દોઢ વર્ષથી પદ પર છે અને નિયમિત હોસ્પિટલ આવે છે, ક્યારેય અહીં મે સિવિલમાં સફાઈ એજન્સીના કર્મચારીઓને જોયા જ નથી. ગંદકીના ઢગ ખડકાયેલા હોઈ જીવ બળતા આખરે આ કામ શરુ કર્યુ છે. નિયમિત રુપે અમે આ કામ કરીશુ અને સિવિલને ચોખ્ખી રાખવા પ્રયાસ કરીશુ.

 

 

જોકે હવે ઉચ્ચ કક્ષાએથી સિક્યુરીટી અને સફાઈની એજન્સી સહિત પર લાલ આંખ કરવામાં આવે એ જરુરી છે. આમ નહીં કરવામાં આવે તો, સ્થાનિક અગ્રણીઓ અને ગ્રામ પંચાયત દ્વારા તમામ વિગતો એકઠી કરીને મુખ્યપ્રધાનને મળીને આકરા પગલા ભરવાની માંગ કરનાર છે. જેમાં સિવિલના આળસુ અધિકારીઓ કે જેઓ એજન્સીની નિષ્ફળતા સામે મૌન છે, એમની સામે પણ કાર્યવાહી કરવા માંગ કરનાર છે.

 

આ પણ વાંચોઃ  Aravalli: ક્ષત્રિય કરણીસેના તાલુકા ઉપાધ્યક્ષ લખેલી કારમાંથી દારુનો જથ્થો ઝડપાયો, 2 શખ્શોની કરાઈ ધરપકડ

 સાબરકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 3:20 pm, Sun, 3 September 23

Next Article