અરવલ્લી અને સાબરકાંઠા (Sabarkantha, Arvalli) જિલ્લામાં ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા આયોજીત બિનસચિવાલય કલાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ-૩ની સ્પાર્ધાત્મક પરીક્ષા રવિવારે ૨૪ એપ્રિલ રોજ ના ૧૧:૦૦ થી ૧૩:૦૦ કલાક દરમ્યાન યોજાનાર છે. પરીક્ષાને અનુલક્ષી જિલ્લાની શિક્ષણ કચેરી ખાતે કંન્ટ્રોલરૂમ (Control Room) શરૂ કરવામાં આવેલ છે, જેનો સંપર્ક ફોનનં (૦૨૭૭૪-) ૨૫૦૧૯૦ કલેકટર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં ભરતીના પેપર લીકના તાજા ઇતિહાસને જોતા તંત્ર દ્વારા ચુસ્ત વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.
મોડાસા ખાતેના કંન્ટ્રોલરૂમ ખાતે સુરેશભાઇ આર. ડામોર મો.નં ૯૪૨૯૫૮૨૧૮૧, એ.કે. પટેલ મો.નં ૮૭૮૦૦૦૦૫૬૯ નો પણ મોબાઈલ નંબર જાહેર કરવામાં આવ્યો છે. કચેરી ખાતે કંન્ટ્રોલરૂમ સવારે ૭-૦૦ થી સાંજે ૧૮-૦૦ કલાક સુધી સંપર્ક કરી શકાશે. તંત્ર દ્વારા આ વખતે ચુસ્ત વ્યવસ્થા ગોઠવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને શંકાસ્પદ તમામ હિલચાલ પર પણ નજર રાખવાની સાવચેતી પણ પોલીસ દ્વારા હાથ ધરાઈ છે.
આ પહેલા સાબરકાંઠા જિલ્લામાં જીઆઇડીસીના વાઈસ ચેરમેન એમ થેન્નારસનની આગેવાનીમાં હિંમતનગર ખાતે અધિકારીઓની સમિક્ષા બેઠક યોજાઈ હતી. જ્યારે મોડાસા ખાતે ઉચ્ચ શિક્ષણ નિયામક નાગરાજનની ઉપસ્થિતીમાં સમિક્ષા બેઠક યોજવામાં આવી હતી. બંને સ્થળોએ યોજાયેલી બેઠકમાં જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઉચ્ચ શિક્ષણ નિયામકશ્રી @mnagarajan ની અધ્યક્ષતામાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી તા.૨૪ એપ્રિલે યોજાનાર બિન સચિવાલય ક્લાર્ક અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષાની પૂર્વ તૈયારી,સંચાલન તથા ચુસ્ત વ્યવવસ્થા અંગે સમીક્ષા તથા રીવ્યુ બેઠક.@CMOGuj @pkumarias @SP_Arvalli pic.twitter.com/PPZM5hjpRq
— Collector & District Magistrate, Arvalli (@CollectorArvali) April 22, 2022
જિલ્લાના પ્રાંત અધિકારીઓ ફ્લાઇંગ સ્ક્વોડ સાથે વિવિધ પરીક્ષા કેન્દ્રોની સીધી રુબરુ દેખરેખ રાખે તે પ્રકારની વ્યવસ્થા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં કરવામાં આવી છે. અગાઉ યોજાયેલ સમિક્ષા બેઠકમાં દરેક કેન્દ્ર પર સી.સી.ટી.વી., એસ.ટી. બસની વ્યવસ્થા, પરીક્ષા દરમિયાન વિજળીની વ્યવસ્થા, પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ સહિતના વિષયોની ચર્ચા પણ કરવામાં આવી હતી.
રવિવારે બિન સચિવાલય ક્લાર્ક ની પરીક્ષા જિલ્લાના વિવિધ પરીક્ષા કેન્દ્ર ખાતે યોજાનાર હોય, પોલીસ અધીક્ષકશ્રી સાબરકાંઠા તથા અન્ય અધિકારી શ્રી ઓ દ્વારા પરીક્ષા કેન્દ્રોની મુલાકાત લેવામાં આવી અને જરૂરી વ્યવસ્થા તથા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે.
@dgpgujarat @GujaratPolice pic.twitter.com/9qdtTKrp2w
— Sabarkantha Police (@SPSabarkantha) April 23, 2022
અરવલ્લી જિલ્લામાં ૬૦ બિલ્ડિંગ અને ૭૦૯ બ્લોકમાં ૨૧,૨૭૦ ઉમેદવારોની પરીક્ષા માટેની વ્યવસ્થા કરાઇ ઉભી કરાઇ છે. કુલ ૬૦ પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા યોજાનાર છે તેમાં ૧૭ જિલ્લાના મુખ્ય મથક, ૧૭ તાલુકાના મુખ્ય મથકે અને ૨૬ પરીક્ષા કેન્દ્રો ગ્રામ્ય વિસ્તારમાં છે. પરીક્ષાને અનુલક્ષી પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે. બે ડીવાયએસી, ૬ પી.આઇ,૨૭૦ પોલીસ કોન્સટેબલ, ૧૮૫ હોમગાર્ડ, ૧૨૫ જીઆરડી મળી કુલ ૫૯૮ કર્મીઓ ફરજ પર તૈનાત રહેશે.
Published On - 8:24 pm, Sat, 23 April 22