Monsoon 2022: સાબરકાંઠાના આ વિસ્તારોમાં રાત્રી દરમિયાન વરસ્યો વરસાદ, હાથમતી અને હરણાવમા નવા નીર આવ્યા

|

Jul 02, 2022 | 11:01 AM

સાબરકાંઠા (Sabarkantha) ના ઉત્તરીય વિસ્તાર અને રાજસ્થાન સરહદી વિસ્તારમાં સારો વરસાદ વરસવાને લઈ નદીઓમાં પાણીની આવક નોંધાઈ છે. સાબરકાંઠાના 8માંથી 5 તાલુકામાં વરસાદની એન્ટ્રી, અરવલ્લી (Aravalli) કોરોધાકોર

Monsoon 2022: સાબરકાંઠાના આ વિસ્તારોમાં રાત્રી દરમિયાન વરસ્યો વરસાદ, હાથમતી અને હરણાવમા નવા નીર આવ્યા
Hathmati-Harnav નદીઓમાં નવા નીર આવ્યા

Follow us on

સાબરકાંઠા (Sabarkantha) જિલ્લામાં ગત મોડી રાત્રી દરમિયાન સારો વરસાદ કેટલાક વિસ્તારમાં નોંધાયો હતો. વિજયનગર અને ઉપરવાસ વિસ્તારમા સારો વરસાદ વરસવાને લઈ હાથમતી (Hathmati River) અને હરણાવ નદી (Harnav River) માં પણ પાણીની નવી આવક થઈ હતી. નદીઓ જીવંત દેખાવા લાગતા સ્થાનિકોમાં પણ આનંદ છવાયો હતો. વિજયનગર ઉપરાંત પોશીના અને ખેડબ્રહ્મા વિસ્તારમાં પણ સારો વરસાદ નોંધાયો હતો. આમ અષાઢી બીજે સારો વરસાદ વરસતા ખુશી વર્તાઈ હતી. જોકે અરવલ્લી જિલ્લો કોરો ધાકોર આ દરમિયાન રહ્યો હતો. જોકે ભિલોડા તાલુકાના સરહદી વિસ્તારમાં કેટલાક સ્થળે વરસાદ વરસ્યો હતો. જ્યારે ભિલોડા થઈને પસાર થતી હાથમતી નદીમાં નવા નીર વહ્યા હતા.

ગત ચોવીસ કલાક દરમિયાન સાબરકાંઠા જિલ્લાના આઠમાંથી પાંચ તાલુકામાં મેઘરાજાની એન્ટ્રી થઈ હતી. જેમાં વિજયનગર, પોશીના અને ખેડબ્રહ્મામાં સારો વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ ખેડબ્રહ્માં તાલુકામાં 47 મીમી વરસાદ વરસ્યો હતો. જ્યારે પોશીના વિસ્તારમાં 45 મીમી વરસાદ વરસ્યો હતો. વિજયનગ તાલુકામાં 39 મીમી વરસાદ નોંધાયો હતો. આમ જિલ્લાના ઉત્તરીય હિસ્સામાં સારો વરસાદ વરસ્યો હતો. જિલ્લા માટે જોકે આ વિસ્તાર વરસાદ માટે મહત્વનો છે. જે જિલ્લાના જળાશયોને પાણીની આવક માટે મહત્વનો વિસ્તાર ગણાય છે. જ્યા વરસાદ વરસવાથી જળાશયો ભરાતા હોય છે. વડાલીમાં 6 મીમી અને ઈડરમાં 2 મીમી વરસાદ નોંધાયો હતો.

વિજયનગરના દઢવાવ, કોડિયાવાડા અને ચિઠોડા વિસ્તારમાં વરસાદને લઈ ખેતરોમાં પણ પાણી ભરાયાના દૃશ્યો જોવા મળ્યા હતા. વિસ્તારમાં વહેલી સવારે અનેક ખેતરોમાં પાણી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા હતા. મોડી રાત્રી દરમિયાન વરસાદ વરસવાને લઈ ગ્રામ્ય વિસ્તારમાં ખેતરોમાં પાણી ભરાયા હતા.

અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના

નદીઓમાં નવા નીર

ઉપરવાસ રાજસ્થાન વિસ્તારમાં પણ સારો વરસાદ નોંધાયો છે. જેને લઈ હરણાવ અને હાથમતી બંને નદીઓમાં નવા નીર આવ્યા છે. એક સપ્તાહ બાદ બંને નદીઓમાં ફરીવાર નવા નીર જોવા મળ્યા છે. હરણાવ નદીમાં 100 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. વિજયનગર અને સરહદી વિસ્તારમાં સારો વરસાદ થવાને લઈ બંને નદીમાં પાણીની આવક નોંધાઈ રહી છે. રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના દક્ષિણી ક્ષેત્રોમાં વરસતો વરસાદ જિલ્લાના જળાશયોને માટે ખૂબ જ ફાયદાકારક રહેતો હોય છે. ગત સપ્તાહ દરમિયાન પણ રાજસ્થાન વિસ્તારમાં સારા વરસાદને લઈ નદીઓમાં પાણીની આવકો નોંધાઈ હતી. ફરી એકવાર સારા વરસાદે નદીઓને જીવંત બનાવી છે.

 

 

 

Published On - 10:52 am, Sat, 2 July 22

Next Article