Monsoon 2022: હિંમતનનગર, વિજયનગર, ઈડર અને ભિલોડામાં મોડી સાંજે ધોધમાર વરસાદ, હરણાવ અને મેશ્વો જળાશયમાં નોંધાઈ નવી આવક

|

Aug 12, 2022 | 9:30 PM

શુક્રવારે દિવસભર વરસાદી માહોલ રહ્યો હતો. મોડી સાજે અરવલ્લી (Aravalli) અને સાબરકાંઠા (Sabarkantha) જિલ્લામાં કેટલાક સ્થળોએ ધોધમાર વરસાદ વરસ્યો હતો. વિસ્તારના જળાશયોમાં પણ પાણીની આવકો નોંધાઈ છે.

Monsoon 2022: હિંમતનનગર, વિજયનગર, ઈડર અને ભિલોડામાં મોડી સાંજે ધોધમાર વરસાદ, હરણાવ અને મેશ્વો જળાશયમાં નોંધાઈ નવી આવક
વિજયનગરમાં સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો

Follow us on

સાબરકાંઠા (Sabarkantha) જિલ્લામાં શુક્રવારે સવારથી જ દિવસભર વરસાદી માહોલ રહ્યો છે. સાબરકાંઠામાં ઈડર, વિજયનગર અને હિંમતનગર સહિતના વિસ્તારોમાં સારો વરસાદ વરસ્યો છે. સાંજે હિંમતનગરમાં બે કલાકમાં બે ઈંચ વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદ (Heavy Rain) વરસવાને લઈ હિંમતનગર શહેર અને તેની આસપાસના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. જ્યારે અરવલ્લી (Aravalli) જિલ્લામાં ભિલોડમાં સાંજે બે ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જોકે અરવલ્લીમાં દિવસભર અનેક સ્થળો પર ઝરમર વરસાદ વરસ્યો હતો.

જિલ્લામાં આજે વાતાવરણ વરસાદી રહ્યુ હતુ. જિલ્લાના ખેડબ્રહ્મા અને વડાલીને બાદ કરતા દિવસભર મોટા ભાગના તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધારે પ્રમાણમાં વરસાદ વિજયનગર તાલુકામાં વરસ્યો હતો. જ્યાં સવારે 06.00 કલાકથી સાંજે આઠેક વાગ્યા સુધીમાં સાડા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હોવાનુ નોંધાયુ હતુ. જ્યારે હિંમતનગરમાં અને વડાલીમાં અઢી-અઢી ઈંચ વરસાદ ખાબક્યો હતો. પોશીના તાલુકામાં એક ઇંચ વરસાદ વરસ્યો હતો. તલોદ અને પ્રાંતિજ તાલુકામાં અડધાથી પોણા ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

હિંમતનગર શહેરના મોતીપુરા અને સહકારી જીન વિસ્તારમાં હાઈવે પર પાણી ભરાઈ જતા વાહનચાલકો હાઈવે પર મુશ્કેલીમાં મુકાયા હતા. આ ઉપરાંત શહેરમાં ટીપી રોડ, ટાવર ચોક, જૂની નગર પાલિકા રોડ, મહાવિર નગર વિસ્તાર સહિત અનેક વિસ્તારોમાં પાણી રસ્તાઓ પર ભરાઈ જવા પામ્યા હતા.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

ભિલોડામાં ધોધમાર વરસાદ

અરવલ્લી જિલ્લાના ભિલોડામાં સાંજે છ થી આઠ વાગ્યાના અરસા દરમિયાન બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ભિલોડાના રસ્તાઓ પર પાણી ભરાઈ જવાના દૃશ્યો મોડી સાંજે જોવા મળ્યા હતા. ભિલોડા ઉપરાંત મોડાસા, માલપુર, મેઘરજ અને ધનસુરા સહિતના વિસ્તારોમાં દીવસભર હળવા વરસાદી ઝાપટા રહ્યા હતા. આ ઉપરાંત અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પણ દીવસ દરમિયાન ઝરમર વરસાદ વરસ્યો હતો.

જળાશયોમાં આવક નોંધાઈ

દીવસભર વરસાદી માહોલ રહેવાને લઈને જળાશયોમાં પણ પાણીની આવકો નોંધાઈ હતી. સાબરકાંઠા જિલ્લાના હાથમતિ, ગુહાઈ અને હરણાવ નદીમાં પાણીની આવક નોંધાઈ હતી. હરણાવ જળાશયમાં 2500 ક્યુસેકની આવક નોંધાઈ હતી. જ્યારે ગુહાઈ જળાશયમાં 623 ક્યુસેક અને હાથમતી જળાશયમાં 600 ક્યુસેક આવક થઈ રહી છે. આવી જ રીતે અરવલ્લી જીલ્લાના મેશ્વો અને માઝૂમ જળાશયોમાં પાણીની આવક નોંધાઈ હતી. વાત્રક જળાશયમાં 145 ક્યુસેક, માઝૂમ જળાશયમાં 490 ક્યુસેક અને 1090 ક્યુસેક આવક નોંધાઈ હતી.

Published On - 8:46 pm, Fri, 12 August 22

Next Article