Monsoon 2023: સાબરકાંઠા અને અરવલ્લીમાં સપ્તાહના વિરામ બાદ વરસાદી માહોલ, વડાલીમાં અઢી ઈંચ ખાબક્યો
Sabarkantha Aravalli Rainfall Report: સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ગત રાત્રી બાદ ફરી એકવાર વરસાદી વાતાવરણ સર્જાયુ હતુ. રાત્રી દરમિયાન વડાલી, ઈડર અને ખેડબ્રહ્માં વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. વડાલીમાં અઢી ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
વિરામ બાદ વરસાદી માહોલ
Follow us on
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં એક સપ્તાહના વિરામ બાદ વરસાદ નોંધાયો છે. ફરી એક રાઉન્ડ વરસાદ વરસતા રાહત સર્જાઈ છે. સાબરકાંઠા જિલ્લામાં ગત રાત્રી બાદ ફરી એકવાર વરસાદી વાતાવરણ સર્જાયુ હતુ. રાત્રી દરમિયાન વડાલી, ઈડર અને ખેડબ્રહ્માં વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. વડાલીમાં અઢી ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. વડાલી શહેરમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. મોડી રાત્રી દરમિયાન વડાલીના રસ્તાઓ પર પાણી વરસાદી પાણી વહ્યા હતા.
ખેડબ્રહ્માં અને ઈડર વિસ્તારમાં બે-બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. પોશીનામાં એક ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે હિંમતનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં અડધા ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતોય પ્રાંતિજ અને તલોદ વિસ્તારમાં હળવા ઝાપટા વરસ્યા હતા. અરવલ્લી જિલ્લાના મેઘરજમાં એક ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો હતો. મોડાસા, બાયડ, માલપુર અને ભિલોડામાં હળવા વરસાદી ઝાપટા વરસ્યા હતા.
સાબરકાંઠા અને ઉપરવાસ વિસ્તારમાં વરસાદી માહોલ રહેવાને લઈ સ્થાનિક નદીઓ અને રાજસ્થાનથી સાબરમતીમાં ભળતી ઉપનદીઓમાં પાણીની આવક નોંધાઈ હતી. જેને લઈ ધરોઈ ડેમમાં બુધવારે સવારે આવકમાં નોંધપાત્ર વધારો થયો હતો. સવારે સાડા આઠ હજાર ક્યુસેક આવક નોંધાઈ હતી. ધરોઈ ડેમની જળ સપાટી 614 ફુટ કરતા વધારે પહોંચી છે અને હવે રુલ લેવલથી ચાર ફુટ કરતા ઓછુ અંતર રહ્યુ છે. ડેમમાં જળ સંગ્રહ 71 ટકા કરતા વધુ નોંધાયો છે.