અમદાવાદ થી ઉદયપુર વચ્ચે દોડશે વંદે ભારત ટ્રેન? ઇલેક્ટ્રિફિકેશનની કામગીરી ઝડપી બનાવાઈ

|

Oct 30, 2023 | 7:01 PM

સતત એક સવાલ થઈ રહ્યો છે કે, હિંમતનગર રુટ પર વંદે ભારત ટ્રેનની સુવિધા મળશે? જોકે હાલમાં ચાલતી તૈયારીઓને લઈ નવા વર્ષે ઉત્તર ગુજરાત અને રાજસ્થાનના મુસાફરો-પ્રવાસીઓને મોટી ભેટ કેન્દ્ર સરકાર દ્વારા મળી શકે છે. અસારવા થી ઉદયપુર વચ્ચે હાલમાં ચાલી રહેલ ડીઝલ એન્જિન ટ્રેનને બદલે હવે ઈલેક્ટ્રિક ટ્રેનની સુવિધા મળશે. આમ હવે નવા વર્ષમાં ઝડપી અને સુવિધાજનક રેલવેની સફર આ રુટ પર મળશે. હિંમતનગર થી અસારવા વચ્ચે ટ્રેક ઇલેક્ટ્રિફિકેશનનુ કાર્ય ઝડપી બનાવાયુ છે.

અમદાવાદ થી ઉદયપુર વચ્ચે દોડશે વંદે ભારત ટ્રેન? ઇલેક્ટ્રિફિકેશનની કામગીરી ઝડપી બનાવાઈ
શરુ થશે વંદે ભારત ટ્રેન?

Follow us on

અમદાવાદ થી ઉદયપુર જવા માટે હવે આગામી ઉત્તરાયણ બાદ કેન્દ્ર સરકાર દ્વારા નવી ભેટ ઉત્તર અને મધ્ય ગુજરાતના પ્રવાસીઓને આપી શકે છે. આ માટે રેલવેએ કામની ઝડપ વધારી દીધી છે. આગામી ડીસેમ્બર માસના અંત સુધીમાં અમદાવાદ થી ઉદયપુર બ્રોડગેજ રેલવે લાઈનને ઇલેક્ટ્રિફાઇડ કરી દેવાશે. આ માટે બ્રોડગેજ ટ્રેક પર વીજ લાઈન નાંખવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચોઃ સાબરમતી નદીના પટમાંથી 16 કરોડની કિંમતની 5 લાખ મેટ્રિક ટન રેતીની ચોરી, પ્રાંતિજ પોલીસે શરુ કરી તપાસ

આગામી ડીસેમ્બર માસના અંત સુધીમાં ટ્રેક ઇલેક્ટ્રિફાઇડ થઈ જાય એવી શક્યતાઓ છે. રેલવેએ આપેલા કાર્યનુ કામ અધિકારીઓની દેખરેખ હેઠળ ઝડપથી પૂર્ણ કરવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ઇલેક્ટ્રિફાઇડ લાઈન થઈ ગયા બાદ ઉદયપુર અમદાવાદ વચ્ચે વંદે ભારત ટ્રેન શરુ કરવાનુ સપનુ સાકાર થઈ શકે છે. અરવલ્લી અને સાબરકાંઠામાં થઈને પસાર થતી રેલવેની સુવિધા વધુ સારી બનશે.

ઝડપી રેલ સેવા પ્રાપ્ત થશે

હાલમાં અમદાવાદના અસારવા થી વાયા હિંમતનગર, ડુંગરપુર, ઉદયપુર બ્રોડગેજ રેલવે લાઈન પર ડીઝલ એન્જીન ધરાવતી ટ્રેન દોડી રહી છે. ઉદયપુર, ચિત્તોડગઢ અને ઉજ્જૈન રુટની રેલવે ટ્રેનમાં મુસાફરોનો ધસારો હાલમાં ખૂબ જ જોવા મળી રહ્યો છે. પરંતુ હવે ઇલેક્ટ્રિફાઇડ લાઈન શરુ થઈ જતા વર્ષ 2024 થી ડીઝલ એન્જિનને બદલે વીજળીથી ચાલતી ટ્રેન દોડવા લાગશે. જેમાં ગતિ વધવા સાથે સમયની પણ બચત થશે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

અસારવા થી વાયા હિંમતનગર થઈને ઉદયપુર રેલવે લાઈન ઇલેક્ટ્રિફાઇડ થવાની સાથે જ હવે વંદે ભારત ટ્રેનનુ સપનુ પણ સાકાર થઈ શકે છે. આગામી ઉત્તરાયણના તહેવારો દરમિયાન વીજળીથી ચાલતી ટ્રેનની શરુઆત આ ટ્રેક પર થવાની શક્યતાઓ જોવાઈ રહી છે. રેલવેના અધિકારીઓ સાથે વાતચીત મુજબ આ માટે હાલમાં ઝડપથી ઇલેક્ટ્રિફાઇડ લાઈન કરવા માટેનુ કાર્ય ચલાવાઈ રહ્યુ છે.

ક્યાં પહોંચ્યુ કાર્ય?

હાલમાં હિંમતનગરથી અમદાવાદના અસારવા વચ્ચેની રેલવે લાઈનને ઈલેક્ટ્રિક તારથી માટેનુ કાર્ય ચાલી રહ્યુ છે. લાઈન પર મોટે ભાગે થાંભલાઓ લાગી ચૂક્યા છે. આ બંને સ્થળ વચ્ચેના 86 કિલોમીટરની રેલવે લાઈન પરનુ કાર્ય ડીસેમ્બરના અંતમાં સમાપ્ત કરવામાં આવશે. 45 કરોડ રુપિયાનો ખર્ચ થશે. તલોદમાં આ માટે એક વીજ સ્ટેશન પણ સ્થાપવામાં આવી રહ્યુ છે.

આવી જ રીતે હિંમતનગર થી ડૂંગરપુર વચ્ચે પણ ઈલેક્ટ્રીક લાઈન માટેનુ કાર્ય ઝડપી બનાવાયુ છે. જે પણ આ સાથે જ કાર્ય સંપૂર્ણ સમાપ્ત થઈ જશે એવી સંભાવના છે. આમ કુલ અમદાવાદના અસારવાથી ઉદયપુર વચ્ચેના 296 કિલોમીટર રેલવે ટ્રેકને ઇલેક્ટ્રિફિકેશન કરી દેવાશે. આ માટે સતત હિંમતનગર ધારાસભ્ય વિડી ઝાલા અને સાબરકાંઠા અરવલ્લીના સાંસદ દીપસિંહ રાઠોડ દ્વારા ફોલોઅપ મેળવવામાં આવી રહ્યુ છે. જેથી નવા વર્ષની શરુઆત સાથે નવી સુવિધાની ભેટ મળે.

સાબરકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 6:50 pm, Mon, 30 October 23

Next Article