Breaking news: MP દિપસિંહ રાઠોડની આશ્રમ શાળામાં તસ્કરો ત્રાટક્યા, સાંસદના નિવાસમાંથી 8.70 લાખની મત્તાની ચોરી

|

Apr 21, 2023 | 9:52 AM

સાંસદ દિપસિંહ રાઠોડ ભાગપુર નજીક આવેલી આશ્રમ શાળામાં પોતાનુ રોકાણ નિવાસ સ્થાન ધરાવે છે. ભાગપુરમાં આવેલા તેમના મૂળ નિવાસ સ્થાને પુત્ર અને પરીવારજનો રહે છે. ચોરીની ઘટના બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો.

Breaking news: MP દિપસિંહ રાઠોડની આશ્રમ શાળામાં તસ્કરો ત્રાટક્યા, સાંસદના નિવાસમાંથી 8.70 લાખની મત્તાની ચોરી
MP Dipsinh Rathod ને ત્યાં ચોરી

Follow us on

સાબરકાંઠા ના સાંસદની નિવાસી આશ્રમમાં તસ્કરોએ ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. સાબરકાંઠાના સાંસદ દિપસિંહ રાઠોડની પ્રાંતિજના ભાગપુર નજીક નિવાસી આશ્રમ શાળા આવેલી છે. જ્યારે સાંસદ પોતાના રોકાણ માટેનુ નિવાસ ધરાવે છે. સાંસદ હાલમાં અમેરીકાના પ્રવાસે છે અને આ દરમિયાન કોઈ તસ્કરે ત્રણ તીજોરીઓ તોડીને તેમાંથી ચાંદીના સિક્કા અને વાસણો સહિત સોનાના દાગીના અને એક લાખ રુપિયા રોકડાની ચોરી કરી હોવાની ફરીયાદ પ્રાંતિજ પોલીસ મથકે નોંધાઈ છે. સાંસદના પુત્રએ પ્રાંતિજ પોલીસને જાણ કરતા પોલીસની ટીમો આશ્રમ શાળા પર પહોંચીને તપાસ હાથ ધરી હતી.

નિવાસી આશ્રમ શાળા ખાતે સાંસદ પોતાનુ રોકાણ ધરાવે છે. તેઓનુ મૂળ નિવાસ સ્થાન ભાગપુર ગામમાં આવેલુ છે અને જ્યાં તેમના પુત્ર અને પરીવારજનો રહેતા હોય છે. જ્યારે સાંસદ આશ્રમ શાળા ખાતે રોકાણ ધરાવે છે. અહીં તેઓ પોતાની સાથેની કેટલીક કિંમતી ચિજોને તિજોરીમાં સલામત રહે એ માટે રાખતા હોય છે. સાંસદ પાસે રહેલા ચાંદીના સિક્કા અને ચાંદીના વાસણો સહિતની કેટલાક મહત્વના દસ્તાવેજો આશ્રમ શાળામાં આવેલ પોતાના રોકાણના નિવાસ સ્થાને રાખેલ હતા. જેમાંથી તસ્કરે સોના ચાંદી અને રોકડ સહીત 8.70 લાખ રુપિયાની મત્તાની ચોરી કરી હોવાનુ સામે આવ્યુ છે.

 

શિયાળામાં ફ્રીજને કેટલા ટેમ્પરેચર પર ચલાવવું જોઈએ? અહીં જાણો
આ છે ભારતની સૌથી પૈસાદાર અભિનેત્રી, જુઓ ફોટો
Bigg Boss 18 : સલમાન ખાન છે સૌથી વધુ પગાર લેનાર હોસ્ટ, ફી જાણીને ચોંકી જશો
રેસ્ટોરેન્ટ કે હોટલમાં કેમ સફેદ પ્લેટમાં સર્વ થાય છે ફૂડ ?
દાડમ ખાઈ તેના છોતરા ફેંકી ના દેતા ! જાણો તેના ફાયદા વિશે
આજનું રાશિફળ તારીખ : 18-10-2024

MP ની 8.70 લાખની કિંમતની ચિજોની ચોરી

હાલમાં USA ના પ્રવાસે ગયેલા સાબરકાંઠા અને અરવલ્લી વિસ્તારના સાંસદ સભ્યની કિંમતી ચિજોને તસ્કરો ચોરી કરી ગયા છે. અજાણ્યા શખ્શે. બંધ નિવાસના દરવાજા ખોલીને અંદર રાખેલ તિજોરીમાંથી એક કિંમતી ચિજોને સિફતાઈથી ઉઠાવી હતી. તિજોરીમાં રહેલ અન્ય મહત્વના દસ્તાવેજો જેમને તેમ જ રહેવા દીધા હતા અને કેટલાક દસ્તાવેજ બહાર ટીપોઈ પર રાખી દઈ તસ્કર શખ્શ રોકડ રકમ 1 લાખ રુપિયા તેમજ ચાંદીના વાસણો અને સિક્કાની ચોરી કરી હતી.

6 કિલોગ્રામ ચાંદી સહિતની કિંમતી ચીજો તસ્કર ઉઠાવી ગયા હોવાની ફરીયાદ સાંસદ પુત્ર રણજિતસિંહ રાઠોડે પ્રાંતિજ પોલીસ મથકે નોંધાવી છે. આ બાબતે પુત્ર રણજિતસિંહ નિવાસી આશ્રમ શાળાના શિક્ષકોને પણ પૂછપરછ કરી હતી, જેમાં તેઓ પણ ઘટનાથી અજાણ હોવાનુ જણાયુ હતુ. જોકે પ્રાંતિજ પોલીસે આ અંગે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. સાંસદ દિપસિંહ રાઠોડે Tv9 સાથે વાતચિત કરતા બતાવ્યુ હતુ કે, હું હાલમાં અમેરીકા છુ અને આ અંગે મારા પુત્રએ મને ટેલીફોનથી જાણકારી આપી છે. જેની પોલીસ ફરીયાદ નોંધવા માટે પ્રાંતિજ પોલીસને જાણ કરેલ છે. સાંસદ પુત્રએ બતાવ્યુ હતુ કે, તસ્કરોએ માત્ર કિંમતી ચિજોની જ ચોરી કરી છે અને જે અન્ય દસ્તાવેજોને કોઈ નુક્શાન ના પહોંચે એમ મુકી રાખ્યા હતા.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો  tv9gujarati.com પર

સાબરકાંઠા, હિંમતનગર તથા ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 9:09 am, Fri, 21 April 23

Next Article