Monsoon 2022: રાત્રી દરમિયાન વરસાદને લઈ સાબરમતી, હાથમતી, માઝૂમ અને મેશ્વો નદીના જળાશય-ડેમમાં નવા પાણીની આવક નોંધાઈ

|

Jul 13, 2022 | 8:44 AM

સાબરકાંઠા અને જિલ્લામાં મંગળવારે રાત્રી દરમિયાન કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ (Heavy Rainfall) વરસ્યો હતો. ધનસુરામાં સવા પાંચ ઈંચ અને ખેડબ્રહ્મા વિસ્તારમાં સાડા ચાર ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

Monsoon 2022: રાત્રી દરમિયાન વરસાદને લઈ સાબરમતી, હાથમતી, માઝૂમ અને મેશ્વો નદીના જળાશય-ડેમમાં નવા પાણીની આવક નોંધાઈ
ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ જળાશયમાં પણ આવક

Follow us on

મંગળવારે સાંજે ગાજવીજ સાથે ઉત્તર ગુજરાતમાં વરસાદ (Heavy Rainfall) નોંધાયો હતો. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પણ અનેક સ્થળોએ ભારે વરસાદ મોડી સાંજ બાદ નોંધાયો હતો. સાબરકાંઠા (Sabarkantha) જિલ્લાના ખેડબ્રહ્મામાં મોડી સાંજ બાદ સાડા ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે પોશીનામા સવા બે ઈંચ અને હિંમતનગર તથા ઈડરમાં બે-બે ઈંચ વરસાદ ખાબક્યો હતો. અરવલ્લી જિલ્લાના ધનસુરામાં મોડી સાંજ બાદ સવા પાંચ ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે મેઘરજમાં પોણાં ત્રણ ઈંચ અને ભીલોડામાં સવા બે ઈંચ વરસાદ નોંધાયો હતો. ગ્રામ્ય વિસ્તારો અને ઉપરવાસ રાજસ્થાનના સરહદી વિસ્તોરમાં ભારે વરસાદને લઈ સ્થાનિક જળાશયોમાં પણ પાણીની આવકો (Water inflows into reservoirs) નોંધાઈ હતી. ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ જળાશયમાં ખેડબ્રહ્મા-પોશીના સહિત મહેસાણા, બનાસકાંઠા અને ઉપરવાસ રાજસ્થાનમાં આવેલા કેચમેન્ટ એરિયામાં વરસાદ વરસતા પાણીની નવી આવક નોંધાઈ હતી.

ધરોઈ ડેમમાં મધ્ય રાત્રી બાદ સતત આવક વધી

સ્થાનિક વિસ્તારમાં તેમજ ઉપરવાસ વિસ્તારમાં વરસાદ વરસવાને લઈ સ્થાનિક નદીઓમાં નવા નીર આવ્યા હતા. સાબરમતી નદીમાં મોડી રાત્રી દરમિયાન શરુ થયેલ નવા નીરની આવક વહેલી સવારે 13 હજાર ક્યુસેક કરતા પણ વધારે નોંધાઈ હતી. ગત રાત્રીના 1 વાગ્યાના અરસા દરમિયાન 5 હજાર ક્યુસેક આવક નોંધાઈ હતી. જે રાત્રીના 2થી સવારે 6 કલાક સુધી 10 હજાર ક્યુસેકની આવક સુધી વધી હતી. સવારે 6 કલાક બાદ પાણીની આવક વધુ વધતા 13 હજાર ક્યુસેક સુધી પહોંચી હતી. આમ સવાર સુધીમાં ધરોઈ જળાશયમાં પાણીની આવક વધી હતી. આ માટે પોશીના, ખેડબ્રહ્મા સહિત બનાસકાંઠા અને મહેસાણા ઉપરાંત રાજસ્થાનમાં આવેલા ધરોઈ ડેમના કેચમેન્ટ એરિયામાં સારો વરસાદ નોંધાયો હોવાને લઈ આવકમાં વધારો થયો હતો.

હાથમતી, ગુહાઈ અને માઝૂમમાં પણ આવક નોંધાઈ

ભીલોડા અને મેઘરજ સહિતના ઉપરવાસના વિસ્તારોમાં સારો વરસાદ મંગળવાર રાત્રી દરમિયાન નોંધાયો હતો. આ ઉપરાંત રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં પણ સારો વરસાદ વરસવાને લઈ નદીઓમાં નવા નીર આવવા શરુ થયા હતા. મધ્યરાત્રીના અરસામાં મેશ્વો, માઝૂમ,વૈડી અને હાથમતી  જળાશયોમાં પાણીની આવકો નોંધાવવી શરુ થઈ હતી. માઝૂુમમાં વહેલી પરોઢે ચારેક વાગ્યાના અરસા દરમિયાન 6868 ક્સુસેકની આવક નોંધાઈ હતી.જે વહેલી સવારે ઘટીને અઢીસો ક્યુસેક રહી હતી. મેશ્વો જળાશયમાં વહેલી સવારે સાડા પાંચસો ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી. વૈડી જળાશયમાં પણ નવી આવક નોંધાઈ હતી.

Kumbh Mela Video : ગુજરાતી લોકગાયક કીર્તિદાન ગઢવીએ મહાકુંભમાં લગાવી ડૂબકી
'હું ભગવાન છું', IITian બાબાના નવા વીડિયોએ મચાવી દીધો હંગામો
કચ્ચા બદામ ગર્લ અંજલિ અરોરાની આ સાદગી જોતાં રહી ગયા ફેન્સ
મહિલાઓ માટે આ સરકારી બચત યોજના છે શાનદાર, 31 માર્ચ સુધી રોકાણ કરવાની તક
23 વર્ષની જન્નત ઝુબેરે શાહરૂખ ખાનને આ મામલે પાછળ છોડ્યો, જુઓ ફોટો
ભારતના બંધારણની સૌપ્રથમ પ્રતિ કઈ ભાષામાં લખાઈ હતી?

સાબરકાંઠામાં જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયેલ વરસાદ

સાબરકાંઠા જિલ્લો
તાલુકો વરસાદ (મીમી)
ખેડબ્રહ્મા 114
પોશીના 57
હિંમતનગર 48
ઈડર 44
વડાલી 41
પ્રાંતિજ 23
તલોદ 19
વિજયનગર 13

અરવલ્લી જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયેલ વરસાદ

અરવલ્લી જિલ્લો
તાલુકો વરસાદ (મીમી)
ધનસુરા 133
મેઘરજ 67
ભીલોડા 58
મોડાસા 16
બાયડ 14
માલપુર 03

 

 

 

Published On - 8:21 am, Wed, 13 July 22

Next Article