Kali Chaudas: કાળી ચૌદશની રાત્રીએ આ ગામના લોકો સ્મશાનમાં જઇને કરે છે ભક્તિ ભાવ, બાળકો થી લઇ મોટેરાઓ જોડાય છે આ કાર્યમાં

|

Nov 04, 2021 | 12:02 AM

આમ તો કાળીચૌદશ (Kali Chaudas) ની રાત્રીએ લોકો સ્મશાન ની આસપાસ થી નિકળતા પણ ડરતા હોય છે. સાબરકાંઠા (Sabarkantha) જીલ્લાના વડાલી (Vadali) ગામના લોકો કાળી ચૌદશને સ્મશાનમાં બાળકો સાથે જઇને મનાવે છે અને સ્મશાનને દીવડાઓ થી શણગારીને શંકર ભગવાનની આરતી ઉતારી કાળી ચૌદશની ઉજવણી કરતા હોય છે તસ્વીરમાં દેખાતુ આદ્રશ્ય કોઇ આમ જગ્યા નુ કે પ્રસીધ્ધ […]

Kali Chaudas: કાળી ચૌદશની રાત્રીએ આ ગામના લોકો સ્મશાનમાં જઇને કરે છે ભક્તિ ભાવ, બાળકો થી લઇ મોટેરાઓ જોડાય છે આ કાર્યમાં
Kali Chaudhash night-Vadali

Follow us on

આમ તો કાળીચૌદશ (Kali Chaudas) ની રાત્રીએ લોકો સ્મશાન ની આસપાસ થી નિકળતા પણ ડરતા હોય છે. સાબરકાંઠા (Sabarkantha) જીલ્લાના વડાલી (Vadali) ગામના લોકો કાળી ચૌદશને સ્મશાનમાં બાળકો સાથે જઇને મનાવે છે અને સ્મશાનને દીવડાઓ થી શણગારીને શંકર ભગવાનની આરતી ઉતારી કાળી ચૌદશની ઉજવણી કરતા હોય છે

તસ્વીરમાં દેખાતુ આદ્રશ્ય કોઇ આમ જગ્યા નુ કે પ્રસીધ્ધ જગ્યાને શણગારેલુ નથી પણ આ એક સમશાન છે. વાત છે સાબરકાંઠાના વડાલીની ગામના લોકો ને માટે કાળી ચૌદશ એટલે ભક્તી જેવો માહોલ સર્જાઇ જાય છે, અને તેઓ પોતાની ભક્તીને સ્મશાનમાં જઇને પ્રગટ કરે છે. બાળકો હોય કે પછી મહીલાઓ આ બધાજ ગામના સ્મશાનમાં રાત્રે એકઠા થાય છે.

ગામના સ્મશાનમાં જઇને તેઓ ગામના સ્મશાનને દીવડાઓ થી ઝાકમઝોળ ભર્યુ બનાવી દે છે અને ત્યારબાદ ગામના લોકો શંકર ભગવાની મુર્તી સમક્ષ એકઠા થઇને ભગવાની આરતી ઉતારે છે અને આમ કાળી ચૌદશે ગામનો લોકો ભક્તિ મય થઇ ને કાળી ચૌદશને ભક્તી થી ઉજવે છે

Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?

પ્રકાશબા રાઠોડ કહે છે, અમે પરીવાર સાથે આવીને મંદીર જેવા ભાવે અહી ભક્તી કરીએ છીએ. લોકોને મોટા ભાગે સ્મશાન મા રાત્રે આવવા નો કે ભુતપ્રેત નો ડર લાગતો હોય છે પણ એ ડર લાગતો નથી. આવી જ રીતે અમે અહી 18 વર્ષ થી આવી એ છીએ.

આમ તો કાળી ચૌદશે સ્મશાનનુ નામ સાંભળતા જ આમ લોકો ને મનમાં અને દીલમાં ફડક વ્યાપી જાય છે કે કાળી ચૌદશ અને એ પણ રાત્રે સ્મશાનની વાત એટલે માન્યામાં કે સ્વીકારવમાં ના આવે તેવી વાત છે પણ આમ છતાં પણ વડાલીના ગામના લોકો માટે હવે ગામનુ સ્મશાન એ એક ભક્તીનુ સ્થળ બની ગયુ છે.

 

18 વર્ષ થી કરવામાં આવે છે આયોજન

ગામના લોકો આવી જરીતે કાળી ચૌદશને રાતે અહી અંધકારમાં સ્મશાનમાં હરખ ભેર આવે છે અને સ્મશાનને ઝાકમઝોળ કરી ને આરતી કરી ભક્તી ભાવ પ્રાગટ્ય કરે છે. ગામના લોકો હવે આ વાતનો જાણે કે મનમાં ડરનો નહી પણ ભક્તીનો પર્યાય બની ગયો છે. છેલ્લા અઢાર વર્ષ થી અહી આ રીતે સ્મશાનમાં આરતી નુ આયોજન કરવામા આવે છે.

આયોજક લક્ષ્મણસિંહ રાઠોડ અને આગેવાન વિક્રમ લખવારા કહે છે અમે, દર વર્ષે અમે અહી કાળી ચૌદશ ઉજવીએ છીએ અને સ્મશાનને યાદ કરીએ છીએ અને લોકોમાંથી અંધશ્રધ્ધા દુર કરવા માટે આ કાર્યક્રમ યોજતા હોઇએ છીએ. જોકે હાલમાં કોરોનાને લઇ અમે આ ઉજવણીમાં નિયંત્રણ દાખવ્યુ છે.

 

 

 

 

આ પણ વાંચોઃ T20 World Cup: વિરાટ કોહલી એ ટીમ ઇન્ડિયાને ટોસ હારવાના મામલામાં પણ બનાવી દીધુ નંબર-1, રચી દીધો વિક્રમ

આ પણ વાંચોઃ  T20 World Cup: ટીમ ઇન્ડિયાની અફઘાનિસ્તાન શાનદાર જીત, શામીની 3 અને અશ્વિને 2 વિકેટ ઝડપી

Next Article